જેવી કાકડિયાએ ધારીમાં ધ્વસ્ત કર્યો કોંગ્રેસનો ગઢ, સુરેશ કોટડિયાની થઈ હાર 

જેવી કાકડિયાએ ધારીમાં ધ્વસ્ત કર્યો કોંગ્રેસનો ગઢ, સુરેશ કોટડિયાની થઈ હાર 
  • ‘જીતશે ધારી, જીતશે ભાજપ...’ ના નારા મતદાન બૂથની બહાર છવાઈ ગયા.
  • પક્ષપલટા બાદ પણ જેવી કાકડિયા (jv kakadiya) ની લોકચાહના ઓછી થઈ નથી.

ઝી મીડિયા/બ્યૂરો :ધારી બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ કહેવાય છે. પરંતુ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી (byelection) બાદ આ ચિત્ર બદલાયું છે. પેટાચૂંટણીમાં હવે મતદારોનો ટ્રેન્ડ બદલાયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જેવી કાકડિયાને ધારી (dhari) ની પ્રજાએ સ્વીકાર્યા છે. પક્ષપલટા બાદ પણ જેવી કાકડિયા (jv kakadiya) ની લોકચાહના ઓછી થઈ નથી તે મતગણતરીના પરિણામમાં દેખાઈ આવ્યું. જેવી કાકડિયાની જંગી જીત બાદ ‘જીતશે ધારી, જીતશે ભાજપ...’ ના નારા મતદાન બૂથની બહાર છવાઈ ગયા હતા. ધારીમા કોંગ્રેસના સુરેશ કોટડિયાની હાર થઈ છે, તો ભાજપના જેવી કાકડિયાની જીત થઈ છે. આમ સૌરાષ્ટ્ર ત્રણેય બેઠક પર ભાજપની જીત થઈ છે.  

ધારી ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાની જીત બાદ તેમના પત્ની કોકિલાબેન મીડિયા સમક્ષ આવ્યા હતા. તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, લોકો સમજુ છે. કોને મત આપવો તે લોકોએ આપી દીધો છે. કોંગ્રેસનો રૂપિયાનો પ્રચાર ન ચાલ્યો. કોંગ્રેસે જે.વી કાકડીયા જેવા અનેક નેતાઓને ગુમાવ્યા છે. 

  • આઠ રાઉન્ડના અંતે ધારી બેઠક પર ભાજપ 3000 કરતાં વધારે મતથી આગળ
  • ધારી બેઠક પર સાત રાઉન્ડના અંતે ભાજપ ૨૭૦૦ મતથી આગળ
  • ધારી બેઠક ઉપર છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને 2021 મતની લીડ મળી
  • બીજા રાઉન્ડના અંતે ભાજપ 367 મતથી આગળ
  • ૯૧૨ મતે ભાજપ ધારીમાં આગળ

ગુજરાત પેટાચૂંટણીના પરિણામ Live : 7 સીટ પર જીત તરફ ભાજપ, વિજયોત્સવની તૈયારી શરૂ 

ધારી આમ તો કોગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ જેવી કાકડિયાની લોકચાહના એવી છે કે, તેઓ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાને માત આપી શકવામાં સક્ષમ બન્યા છે. લગભગ દરેક રાઉ્ન્ડમાં જેવી કાકડિયાએ કોંગ્રેસના ઉમેદવારને પછડાટ આપી હતી. ત્યારે ભાજપ કોંગ્રેસના ગઢને ધ્વંસ કરશે તેવી શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જેવી કાકડિયાની જીત વિશે કાર્યકર્તાઓએ જણાવ્યું કે, જેવી કાકડિયા કોંગ્રેસમાં હતા તો પણ જીત્યા હતા, અને હવે ભાજપમાં પણ જીતશે. જીતશે ધારી, જીતશે ભાજપ... તેઓ વ્યક્તિગત રીતે કાર્યકર્તા અને મતદારો સાથે જોડાયેલા છે. તેમની લોકચાહના એવી છે કે તેમની જીત નક્કી જ હતી. કોગ્રેસમાં હતા તો પણ તેમણે લોકોના કામ કર્યા છે, તેથી લોકોમાં તેમની ચાહના વધુ છે.  

આમ કહી શકાય કે, ધારી બેઠક પર પક્ષપલટુને લોકોએ જાકારો ન આપ્યો, પણ તેઓને સ્વીકાર્યા છે. હાલ, પેટાચૂંટણીમાં ભાજપ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાં એક બેઠક ધારી પણ છે, જ્યાં કોંગ્રેસ ફાવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news