પેટાચૂંટણીની પરીક્ષામાં પાટીલ પાસ, હાર્દિક અને કોંગ્રેસનું આખું નેતૃત્વ ફેલ

પેટાચૂંટણીની પરીક્ષામાં પાટીલ પાસ, હાર્દિક અને કોંગ્રેસનું આખું નેતૃત્વ ફેલ
  • કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માં સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે, અને કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જીતને 2022નું ટ્રેલર ગણાવ્યું છે. એટલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થશે તેવા સ્પષ્ટ સંકેતો તેમણે કોંગ્રેસ (congress) ને આપ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી વધુ નિષ્ફળતા હાર્દિક પટેલને મળી છે. સીઆર પાટીલ અને હાર્દિક પટેલ (hardik patel) ની જવાબદારી આ ચૂંટણીમાં મહત્વની બની રહી હતી, સાથે જ બંનેની આ પ્રથમ ચૂંટણી હતી. આવામાં સીઆર પાટીલને ખોબલે ભરીને સફળતા મળી, તો હાર્દિક પટેલ પર કોંગ્રેસે ખેલેલો જુગાર ફેલ સાબિત થયો. 

આ પણ વાંચો : ‘બાળકોને 7 મહિના ઘરમાં સાચવ્યા, તો હજુ 2-3 મહિના વધુ સાચવી લો...’

— Zee 24 Kalak (@Zee24Kalak) November 10, 2020

પહેલી ચૂંટણીમાં પાટીલ પાસ, હાર્દિક ફેલ
એક તરફ હાર્દિક પટેલ અને બીજી તરફ સીઆર પાટીલ, બંનેના કાર્યકાળમાં આ પહેલી ચૂંટણી હતી. બંનેએ ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. હાર્દિક પટેલની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેને નિયુક્તિનો જાદુ પણ ન ચાલ્યો. મોરબી જેવી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ હાર્દિક સફળ ન થયો, અને સરવાળે મોરબી જેવો ગઢ પણ કોંગ્રેસના હાથમાંથી ગયો. આઠેય બેઠકો પર કોંગ્રેસનો રકાસ થયો. જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાની અને હાર્દિક પટેલ જેવા નેતાઓના નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે. 

— Hardik Patel (@HardikPatel_) November 10, 2020

કોંગ્રેસે હાર્દિક પર ખેલેલો જુગાર ફેલ સાબિત થયો 
કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવીને ખેલેલો દાવ ઊંઘો પડ્યો છે. કોગ્રેસને આશા હતી કે, હાર્દિકની નિમણૂંક બાદ પાટીદાર ગઢમાં હાર્દિક સફળ થશે, પણ એવુ ન થયું. હાર્દિકે અનેક બેઠકો પર જંગી સભા કરી, પણ ત્યાંય ભાજપને ખોબલે ભરીને મત મળ્યા. હાર્દિક પટેલે પોતાની હાર સ્વીકારતા ટ્વિટર પર કહ્યું કે, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે. વિજય મેળવનારા તમામ ઉમેદવારોને અભિનંદન. અમે કોંગ્રેસને મજબૂત કરવા વધુ સંઘર્ષ કરીશુ. જનતાને વાસ્તવિકતાથી જાગૃત કરીશું. નવયુવાન, શિક્ષા, સ્વાસ્થય, રોજગાર, ગામ, ખેડૂતોના અધિકાર માટે લડતા રહીશું. 

પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો,
"જનાદેશ"નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ,

મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી
કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય,

ભાજપના "ભાઈ" અને "ભાઉ" સહિત
વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન,

આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા
કોંગ્રેસી કાર્યકરોને સલામ..!

— Paresh Dhanani (@paresh_dhanani) November 10, 2020

પ્રથમ પરીક્ષામાં પાટીલ પાસ
તો બીજી તરફ, સીઆર પાટીલનું પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ સફળ બન્યું છે. પાટીલની વ્યૂરચના અને ટીમવર્કને કારણે ભાજપને મોટી સફળતા હાથ લાગી છે. આમ, નવા પ્રદેશ પ્રમુખ પહેલી જ પરીક્ષામાં પાસ થયા છે. ડાંગના ઈતિહાસમાં પણ પહેલીવાર આટલી સરસાઈ ભાજપને મળી છે. દક્ષિણ ગુજરાત સીઆર પાટીલનો ગઢ છે, ત્યારે ડાંગમાં ભાજપની લીડ પાટીલની સફળતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news