આજે કચ્છના ધોરડોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે, જાણો તેમનો કાર્યક્રમ

વિજય રૂપાણી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિવાળી સેનાના જવાનો સાથે ઉજવી હતી. એ જ રીતે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વખતે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.

  • ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે પહેલી દિવાળી સેનાના જવાનો સાથે ઉજવશે
  • મુખ્યમંત્રીની સાથે ગૃહરાજ્ય મંત્રી પણ દિવાળીના આ કાર્યક્રમમાં જોડાશે
  • દિવાળીના કાર્યક્રમમાં BSF, આર્મી અને પોલીસના જવાનો પરફોર્મન્સ કરાશે

Trending Photos

આજે કચ્છના ધોરડોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે, જાણો તેમનો કાર્યક્રમ

હિતલ પારેખ, ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 નવેમ્બરે એટલે કે આજે કચ્છ જિલ્લાની મુલાકાતે જવાના છે અને ત્યાં સેનાના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરશે. સાંજે 4 કલાકથી શરૂ થનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે.

તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દિવાળી અન્ય તહેવારો સેનાના જવાનો જોડે તથા દેશ હિતમાં અલગ અલગ સેવા આપનાર લોકો સાથે રહીને ઉજવે છે. આ જે પ્રથા ચાલી આવે છે તેને ગુજરાતના મુખ્યમંત્રીઓ પણ અનુસરતા રહ્યાં છે. વિજય રૂપાણી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિવાળી સેનાના જવાનો સાથે ઉજવી હતી. એ જ રીતે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વખતે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.

જે અંતર્ગત રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને રમત ગમત વિભાગ દ્વારા કચ્છના ધોરડો ખાતે ખૂબ જ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં BSF, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને NCC સાથે જોડાયેલાં મેમ્બર્સને ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના સ્નેહ મિલન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશની રક્ષા કરે છે તેવા લોકો પરિવાર સાથે અને ગ્રામજનો કાર્યક્રમમાં જોડાશે. ભુપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે  પહેલી દિવાળી દેશના સૈનિકો અને પોલીસ જવાનો સાથે ગાળશે.

આજે 3 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર તૈનાત અને દુશ્મનો સામે આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ,એસ.આર.પી,  કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે મળીને તેમની સાથે વાર્તાલાપ કરવાના છે. તેમને દિપાવલીના પર્વ નિમિત્તે મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. આ ઉપરાંત ધોરડો ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જવાનો સાથે આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે.  ધોરડો ખાતેના કાર્યક્રમને લઈને તૈયારી અને આયોજન અર્થે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક પણ આ તબક્કે યોજાઇ હતી.

ધોરડોમાં આર્મી, નેવી અને કોસ્ટગાર્ડ માટે સાંસ્કૃતિક તેમજ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં દેશની રક્ષા કરી રહેલા તમામ જવાનો પોતાના પરિવારજનો સાથે જોડાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આપણા જવાનો માટે અમદાવાદથી મીઠાઇ લઇને જશે અને તેમની સાથે દિવાળી પર્વ ઉજવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news