કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો આરોપ, ભાજપે ભ્રષ્ટાચાર કરવા IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા

ઈન્દ્રનીલે જણાવ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ રાજ્યમાં ક્યાય ભ્રષ્ટાચાર ઓછો કરાવવામાં કે ડરાવવામાં વિજયભાઈ નબળા પડતા હતા એટલે પાછળી સીટમાં પાટિલને બેસાડીને ગુજરાત પર દમનનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો આરોપ, ભાજપે ભ્રષ્ટાચાર કરવા IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજકોટ CP પર તોડકાંડના આરોપ બાદ રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. આજે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂએ પોલીસ અને ભાજપ નેતા પર મોટા આરોપ લગાવ્યા છે. 

ઈન્દ્રનીલે જણાવ્યું હતું કે નીતિન ભારદ્વાજ અને મનોજ અગ્રવાલે લૂંટ ચલાવી છે. IAS અને IPSને એજન્ટ બનાવીને કામે લગાડ્યા છે. ભાજપ ધારાસભ્યની ફરિયાદ છતાં કાર્યવાહી કેમ નહીં? ભાજપના નેતાઓ હવે આરોપો કરે છે અત્યાર સુધી ક્યાં હતા? લોકો વચ્ચે જઈને બોલવા કરતાં રામભાઇ સસ્પેન્ડ કરાવે તો ખરા કહેવાય. ભાજપ સરકાર ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ નહીં કરે, કારણ કે ભાજપની નીતિ લોકશાહી વિરોધની છે. સરકાર જ ભ્રષ્ટાટારીઓને છાવરી રહી છે. જો હિંમત હોય તો મનોજ અગ્રવાલને સસ્પેન્ડ કરી બતાવે. ફરી ક્યારેય પાછા ન આવે તેવા પગલા લઇ બતાવે.

Gujarat Political Update: Rajkot પોલીસ કમિશનર પર ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજનીતિ તેજ... જુઓ LIVE

ઈન્દ્રનીલે જણાવ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ રાજ્યમાં ક્યાય ભ્રષ્ટાચાર ઓછો કરાવવામાં કે ડરાવવામાં વિજયભાઈ નબળા પડતા હતા એટલે પાછળી સીટમાં પાટિલને બેસાડીને ગુજરાત પર દમનનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યની પોલીસ, IS, IPSઅધિકારીઓના હાથે રાજ્યમાં ભ્રષ્ટાચાર કરાવવા આ સરકાર જઈ રહી છે. આવતા દિવસોમાં આનાથી પણ વધારે ખરાબ હાલત હશે.

ઇન્દ્રનીલ રાજગુરૂએ ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ ખોટા માથા કૂટવાનું બંધ કરે. તેમણે વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપના નેતા નીતિન ભારદ્વાજના પગમાં કમિશ્નર મનોજ અગ્રવાલ પડતા હતા. નીતિન ભારદ્વાજ અને કમિશનર મનોજ અગ્રવાલ મળીને કામો કરતા હતા.

તેમણે ઉમેર્યું કે, કોઈ આઈપીએસ, કે આઈએસને આ ભાજપ સરકાર સસ્પેન્ડ નહીં કરે, કારણ કે ભાજપ સરકાર તેમને હાથો બનાવીને ભ્રષ્ટાચાર કરી રહી છે. તેઓ તેમને એજન્ટ બનાવીને ઉપયોગ કરી રહ્યા છે. હવે જો એજન્ટને બીક લાગી જાય તો ભાજપ માટે રૂપિયા બંધ થઈ જાય. તેમના દરેક બે નંબરના ધંધા છે તે ઓફિસરો બહાર લાવે તો આ સરકાર ઉંધી ઘાલીને ક્યા જવું તેનો પર વિચાર કરવો પડે તે હદનું ખરાબ તંત્ર આ ભાજપની સરકારમાં ચાલી રહ્યું છે. પછી ભલે ભાજપમાં વિજયભાઈ હોય, હું મુખ્યમંત્રી તરીકે પાટિલનું નામ એટલે બોલીશ, કારણ કે ઓફિસમાં બેસાડવા માટે એક નામ રાખ્યું છે. બાકી પાટિલ હોય કે વિજય ભાઈ હોય, ભાજપમાં ભ્રષ્ટાચાર ન કરે તો કોઈ નેતા જ ન બને તેવી હાલત છે. આવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે. ત્યારે વેપારીઓ હોય કે ઈન્ડસ્ટ્રીયલિસ્ટ હોય.. જે કોઈ તમામ લોકોને સરકારી તંત્ર સાથે વ્યવહાર પડતો હોય તેમને ખ્યાલ છે કે કંઈ હદ  સુધી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે, મધ્યમ વર્ગીય લોકોને ખાસ સમજવાની જરૂર છે. તમારી સોસાયટી સુધી ભ્રષ્ટાચારનો રેલો પહોંચી ગયો છે. તમે સરકારી તંત્રમાં ક્યાય જતા નથી એટલે ખ્યાલ આવતો નથી કે તમારા મતોથી બનેલી સરકાર તમારા ઘર સુધી દબાણપૂર્વક પહોંચવાની તૈયારીમાં છે. હવે ભાજપ સરકાર જાગૃત થાય તેવી કોઈ શક્યતા નથી, કારણ કે તેમની નીતિ ખોટી અને ખોરી છે. લોકશાહીની વિરુદ્ધની છે.

મહત્વનું છે કે રાજકોટ-તોડકાંડના ગાંધીનગરમાં પડઘા પડ્યા છે. રાજકોટના વધુ એક ધારાસભ્યને ગાંધીનગર બોલાવાયા છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયાને ગાંધીનગર બોલાવાયા છે. આજે ત્રણેય ધારાસભ્યો સાથે રજૂઆત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news