ચૂંટણીના 3 મહિના બાદ કોંગ્રેસનું ઘર ફૂટ્યું : ત્રણ નારાજ નેતાઓ ખોડલધામ પહોંચ્યા

Gujarat Congress : વિધાનસભા ચૂંટણીના માત્ર 3 મહિના બાદ જ ગુજરાત કોંગ્રેસમાં ફરી શરૂ થયો વિખવાદ.. પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન લાવવા પૂર્વ ધારાસભ્યો મેદાને.. તમામ નારાજ ધારાસભ્યો બેઠક યોજીને ભવિષ્યના આયોજન અને નવા નેતૃત્વ પર કરશે પરામર્શ..

ચૂંટણીના 3 મહિના બાદ કોંગ્રેસનું ઘર ફૂટ્યું : ત્રણ નારાજ નેતાઓ ખોડલધામ પહોંચ્યા

Gujarat Congress : વિધાનસભા ચૂંટણીના માત્ર 3 મહિના બાદ જ ગુજરાત કોંગ્રેસમાં ફરી વિખવાદ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન લાવવા પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે. તમામ નારાજ ધારાસભ્યો બેઠક યોજીને ભવિષ્યના આયોજન અને નવા નેતૃત્વ પર પરામર્શ કરશે. ત્યારે નારાજગીના સૂર બાદ કોંગ્રેસના નેતાઓ લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ આજે ખોડલધામ પહોંચ્યા હતા. પક્ષને મજબૂત બનાવવાની ચિંતા હોવાનો ત્રણેયે દાવો કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દર્શને પહોંચ્યા હતા. નારાજગીની વાતો વચ્ચે લલીત વસોયાએ કહ્યું કે, અમે બળવો નહીં પાર્ટીને મજબૂત કરવા નીકળ્યા છીએ. કોંગ્રેસ શિસ્ત જળવાય અને ઝડપી નિર્ણય થાય તેવી માંગ કરી છે. આગામી દિવસમાં હાઈકમાન્ડ સાથે વાતચીત કરી રજૂઆત કરીશું.

ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે.. સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનાં સૂર હાલ તો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે. પક્ષથી નારાજગીને લઈને આગામી સમયમાં સિનીયર કાર્યકરો બળવો પણ કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એક બે દિવસમાં બેઠક પણ કરવાનાં છે. ત્યારે પક્ષમાં થતી અવગણનાને કારણે પણ નેતાઓ નારાજ છે. બેઠક કરી આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં આંતરકલહ પણ સમવાનું નામ લેતો નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને  કારમી પછડાટ મળી છે. ત્યારે લલિત વસોયાના બગાવતી સૂરથી કોંગ્રેસમાં આંતર કલહ વધુ વકરે તેવી સંભાવનાઓ પણ કોંગ્રેસના સીનીયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. નારાજગીની વાતો વચ્ચે કોંગ્રેસના નેતાઓની હલચલ પેદા થઈ છે. નારાજગીની વાતો વચ્ચે કોંગ્રેસના નેતા ખોડલધામ દર્શને પહોંચ્યા છે. 

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આજે ખોડલધામ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સીનીયર સીટીઝનને સોમનાથ અને ખોડલધામ ખાતે દર્શને આવ્યા હતા. તે કાર્યક્રમમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો લલિતભાઈ વસોયા અને લલિતભાઈ કરગથરા પણ હાજર રહ્યા હતાં. આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, નારાજગી હોવાની વાત ભાજપના ધારાસભ્યો ફેલાવે છે. અમો નહિ, અમો તો ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે મોવડી મંડળ તાત્કાલીક પગલાં લ્યે તેવી માંગ કરીએ છીએ. નારાજ એટલા માટે છે કે પાર્ટી કોઈ નિર્ણય લેતી નથી , અને નારાજગી હોય તો તેમાં કોઈ પાર્ટી થોડા છોડીએ. જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, હું પાર્ટી છોડવાની કોઈ વાત નથી. પરંતુ હું કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાનો છું. અમો પૂર્વ ધારાસભ્યોએ એક બે દિવસ માં સૌરાષ્ટ્ર ખાતે એક બેઠક બોલાવેલ છે, તે બેઠક પૂર્વે ધારાસભ્યો મોવડી મંડળ સમક્ષ અમારી માંગ મુકવાના છીએ, અને અમો પાર્ટીથી કોઈ નારાજ નથી અને ભવિષ્યમાં પણ પાર્ટી છોડવાનો નથી. અમારી વાત પાર્ટીના નાના કાર્યકર્તાઓનો અવાજ અને પાર્ટી સુધી પહોંચાડવાનો છે. સાથે જ પક્ષ વિરુદ્ધ જે કામગીરી કરે તેને દૂર કરવા જોઈએ,આવતા દિવસોમાં પાર્ટીના હાઇકમાન્ડ ને મળશે,

કોંગ્રેસના આંતરીક જૂથવાદ પર જગદીશ ઠાકોરે કહ્યું કે, કેટલાક મિત્રોને મીડિયામાં વાત કરવાની ટેવ પડી છે. કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો સામે આવે. કોંગ્રેસના કેટલાક મિત્રો મીડિયા થકી વાત કરે છે. તો નારાજગી અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, 
કોંગ્રેસમાં ઝડપી નિર્ણય ના થતા નારાજગી છે. અમે લેખિતમાં આપ્યા બાદ પણ કાર્યવાહી નથી થતી. પક્ષ વિરોધીઓ સામે ઝડપથી કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે. 

સૌરાષ્ટ્રામં બેઠક યોજાઈ શકે છે 
પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એક બે દિવસમાં બેઠક પણ કરવાનાં છે. ત્યારે પક્ષમાં થતી અવગણનાને કારણે પણ નેતાઓ નારાજ છે. બેઠક કરી આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં આંતરકલહ પણ સમવાનું નામ લેતો નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને  કારમી પછડાટ મળી છે. ત્યારે લલિત વસોયાના બગાવતી સૂરથી કોંગ્રેસમાં આંતર કલહ વધુ વકરે તેવી સંભાવનાઓ પણ કોંગ્રેસના સીનીયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news