GUJARAT CORONA UPDATE: નવા 1125 દર્દી, 1116 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1125 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1116 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,74,088 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
GUJARAT CORONA UPDATE: નવા 1125 દર્દી, 1116 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1125 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1116 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,74,088 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.45 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 728.12 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 69,23,993 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,96,612 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,96,526 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 86 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,458 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 74 છે. જ્યારે 12,384 લોકો સ્ટેબલ છે. 1,74,088 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3815 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1 અને સુરતના 1 દર્દી સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news