ગુજરાત સરકારની મોટી જાહેરાત, 6.22 લાખ ગ્રાહકોનું 625 કરોડ રૂપિયાનું લાઈટબીલ થશે માફ

ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના બાકી નિકળતા વીજ બીલને કારણે બંધ પડેલા વીજ જોડાણ પુનઃ શરૂ કરવા મહત્વની યોજના જાહેર કરી. અંદાજે 6 લાખ 22 હજારથી વધુ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી 625 કરોડની રકમ ભરપાઈ કરવામાંથી મુક્તિ  નવી યોજનામાં આપવામાં આવી છે.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, 6.22 લાખ ગ્રાહકોનું 625 કરોડ રૂપિયાનું લાઈટબીલ થશે માફ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના બાકી નિકળતા વીજ બીલને કારણે બંધ પડેલા વીજ જોડાણ પુનઃ શરૂ કરવા મહત્વની યોજના જાહેર કરી. અંદાજે 6 લાખ 22 હજારથી વધુ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી 625 કરોડની રકમ ભરપાઈ કરવામાંથી મુક્તિ  નવી યોજનામાં આપવામાં આવી છે. રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ જાહેરાત કરતા સ્પષ્ટતા કરી કે, આ યોજના ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંધ વીજ જોડાણને લાગુ પડશે. જયારે શહેરી વિસ્તારમાં બી.પી.એલ પરિવારોને યોજનાનો લાભ મળશે. 500 રૂપિયા ભરપાઈ કરવાથી બાકી ની કળતી રકમ અને તેનુ વ્યાજ ભરવામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે, અને બંધ વીજ જોડાણો ફરી ચાલુ કરી અપાશે. 

કોને કોને લાભ મળશે?
- રાજ્યના અંદાજે 6.22 લાખથી વધુ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રકમ આશરે 625 કરોડ રૂપિયાની ચૂકવણીમાંથી મુક્તિ.
- રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુથી વીજ જોડાણોની ભરપાઈ કરવાની બાકી નીકળતી રકમ ચૂકવવામાં રાહત આપતી માફી યોજનાની કરી જાહેરાત.
- જે મુજબ ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણોવાળા વીજ ગ્રાહકો તેમજ હારલના ચાલુ વીજ જોડાણોમાં એક કે બીજા કારણોસર પૂરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. 
- ઉર્જા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાહેજાએ કહ્યું કે રાજ્યની ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્ય વિસ્તારના ઘર વપરાશના બી.પી.એલ તેમજ નોન બી.પી.એલ ઉપરાંત ખેતીવાડી અને કોમર્શીયલ વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોને રાજ્ય સરકારની એક વખતની સંપૂર્ણ માફી યોજનાનો લાભ મળશે.
- રાજ્ય સરકારની આ એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત માત્ર 500 રૂપિયા ભરવાથી તેમના મૂળ બીલની તથા વ્યાજની તમામ રકમ સંપૂર્ણપણે માફ કરાશે. 
- યોજનામાં લાભ લેનારા વીજ ગ્રાહકોમાં જે વીજ ગ્રાહકોએ નક્કી વીજભારથી વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજચોરીના કેસ થયા છે તેમજ જે ગ્રાહકો આર્થિક સ્થિતિના કારણે કે અન્ય કારણોસર વીજ બીલના નાણા ભરી શક્યા ન હોય તેવા કલમ 126 અને 135 હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ થશે. 
- આ ઉપરાંત આ ગ્રાહકોમાંથી ઘણા વીજ ગ્રાહકોના વીજ જોડાણ કાયમી રીતે બંધ થઈ ગયા હશે તેમને પણ વીજ જોડાણ મળશે. 
- જેમના કપાઈ ગયા છે તેવા તમામ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે. 
- કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. 

ઉર્જા મંત્રીએ  કહ્યું કે આ યોજનાના કારણે રાજ્યના લોકોને પોતાના નામે વીજ જોડાણ મળશે. ખેડૂતોને તેમનું વીજ જોડાણ ફરીથી ચાલુ થવાથી ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી અછતના સમયમાં વીજળી પ્રાપ્ત થથા સિંચાઈની સુવિધા મળશે જેના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થશે અને તેમની આવક વધતા જીવન ધોરણ સુધરશે. વીજ જોડાણ ચાલુ થતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે અને તેમનું જીવન સુવિધાવાળું બનશે. 

ક્યાં સુધી મળશે આ લાભ?
એક વખતની સંપૂર્ણ માફી યોજનાનો લાભ તા 18-12-2018 સુધીના નિર્દિષ્ટ તમામ પ્રકારના વીજ ગ્રાહકોને મળશે. અને આ યોજનાનો અમલ તાં 19-12-2018થી 28-02-2019 સુધી એટલે કે બે માસ સુધી ચાલુ રહેશે.  એટલે કે 18 ડિસેમ્બર સુધીના કેસોને આ એક વખતની સંપૂર્ણ માફી યોજનાનો લાભ મળશે. 28 ફેબ્રુઆરી 2019 સુધી અરજી કરવાની રહેશે.ગ્રામીણ વિસ્તારોના રહેણાંક, એગ્રીકલ્ચર અને વાણિજ્યિક વિજ જોડાણને તેનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં ઈંડસ્ટ્રીયલ વીજ જોડાણને આનો લાભ મળશે નહી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news