સ્મશાનોની ભઠ્ઠી પીગળી, પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા?

સ્મશાનોની ભઠ્ઠી પીગળી, પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા?
  • કોરોનાના દ્રશ્યો જોઈને ચિંતાતુર બની રહેલી ગુજરાતની જનતા સોશ્યલ મિડીયામાં પોતાનો ઉકળાટ ઠાલવી રહી છે 
  • ઊંઘતી સરકાર, નબળો વિપક્ષ અને તરફડતી પ્રજા... ગુજરાતના લોકો હવે સરકારને કરી રહ્યા છે સવાલો 

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કોરોનાને કારણે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ગામે ગામ કોરોનાને કારણે ટપોટપ લોકો મરી રહ્યા છે. મરતા અને કણસતા લોકોની પરિસ્થિતી સામે સરકાર શું કરી રહી છે અને લોકોનાં કેવા પ્રતિસાદ છે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર મૂકાતી કોમેન્ટ પરથી મળી રહ્યો છે. ગુજરાતનાં રાજકારણીઓ પર હવે કોમેન્ટ થાય છે કે, હવે તો સ્મશાનની ભઠ્ઠીઓ પણ પીગળી ગઇ છે. પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તબીબી ભાષામાં તેને પીક હેવામાં આવે છે. જોકે આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ તે મોટો સવાલ છે. દિવાળીનાં તહેવારમાં પર લોકોએ ઉજવણી કરી એટલે કોરોનાનું સંક્રમણ વધ્યું તેવું કહેવામાં આવ્યું હતું. જોકે હવે કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારે કેમ ચૂંટણીમાં સભાઓ અને સરઘરો થયા. એટલે કેસ વધ્યા તેવું કહેવામાં આવતું નથી તેવી કોમેન્ટો સોશ્યલ મીડિયામાં કરી રહ્યા છે. લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે.

  • ઊંઘતી સરકાર, નબળો વિપક્ષ અને તરફડતી પ્રજા
  • ઉપરવાળો તમારો ન્યાય કરશે
  • મોટા પુતળા અને મેદાનો નહિં, મોટી હોસ્પિટલ બનાવો
  • દુખ ત્યારે થાય છે કે, કોઇ મિત્ર ઓક્સિજન અને રેમડેસિવિર માટે પુછે છેને આપી શકતા નથી
  • પ્રજાને રામ રાજ્યની આશા હતી, રામ ભરોસે રાજ્યની નહિ
  • ઇતિહાસમાં લખાશે કે હોસ્પિટલો અને સ્મશાનમાં પણ વેઇટીંગ હતું
  • આધુનિક ડકૈતી હો રહી હૈ ઇસે ઇસ સમય જનતા કે સેવક કહા જાતા હૈ.

RTPCR ટેસ્ટ વગર આવેલા 3 શખ્સોની વડોદરા રેલવે સ્ટેશન પર અટકાયત કરાઈ 

લોકોનો ઉકળાટ ઠારશે નેતા ?

સોશ્યલ મીડિયા પર રાજ્યભરનાં નેતાઓને પ્રજા બેફામ રીતે વગોવી રહી છે. કોરોના કાળમાં પ્રજાનાં પ્રતિનિધિ કહેવાતા નેતાઓ લોકોની પડખે ઉભા રહેવાને બદલે મોં બતાવવા પણ બહાર નિકળતા નથી. સોશ્યલ મીડિયા પર લોકો ભડાસ કાઢી રહ્યા છે. જેમાં કોરોના સામે સૌથી પાંગળું તંત્ર, બસ હવે બહું થયું કામે ચડો, ગવર્મેન્ટ સિસ્ટમ ફેઇલ, પી.એમ રીલીફ ફંડમાંથી મદદ કરો, મેડિકલ ટ્રિટમેન્ટ ફ્રી કરો, લોકો મરે છે ને નેતાઓ ગોત્યા જડતા નથી, ગરીબોનાં આંસુ લુછનારા કોઇ નથી, રાજકોટમાં પનોતી બેસાડી દીધી રાજકારણીઓએ, ઓક્સિજન બેડ મળતા નથી, ફેંકવાનું બંધ કરો જેવી કોમેન્ટોનો હાયળો થયો છે. 

કોંગ્રેસના ધારાસભ્યએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું, મારા કારણે આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની છ કરોડ પ્રજાએ સરકાર અને સરકારનાં પ્રતિનિધીઓને ખોબલે ખોબલે મત આપીને સત્તા પર બેસાડ્યા છે. અમુક માનવતાવાદી ધારાસભ્યને બાદ કરતા એક પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય પ્રજાની વચ્ચે જોવા મળ્યો નથી. જેનો રોષ હવે સોશ્યલ મિડીયા પર ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે આ રોષ ઠારવો પણ એટલો જ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news