પ્રસાદીના નામે ઘેનવાળો પેંડો ખવડાવી લૂંટતા બંટી-બબલી ઝડપાયાં, ડ્રાઈવરો સોફ્ટ ટાર્ગેટ

અવાવરું જગ્યાએ બેસેલાં લોકોને ઘેનવાળો પેંડો પ્રસાદીના નામે આપીને તેમને ઘેન ચઢે એટલે તેમની પાસેની વસ્તુઓ લૂંટીને જતા રહેતાં હતાં. આ ઉપરાંત ખાસ કરીને આવા લોકોના સોફ્ટ ટાર્ગેટ પર હતા કાર ચાલકો અને રિક્ષાચાલકો. ડ્રાઈવરને પ્રસાદીના નામે આવી લેડિઝ ઘેનવાળો પેંડો ખવડાવતી હતી.

પ્રસાદીના નામે ઘેનવાળો પેંડો ખવડાવી લૂંટતા બંટી-બબલી ઝડપાયાં, ડ્રાઈવરો સોફ્ટ ટાર્ગેટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. એમાંય વાત જ્યારે મેગાસિટીની આવે તો પછી ક્રાઈમ રેટની વાત પણ કરવી  જ પડે. કારણકે, આ શહેર હવે ભારતમાં મુંબઈ બાદ કદાચ સૌથી વધારે પોપ્યુલર શહેર બની ગયું છે. જેને કારણે દરેક વ્યક્તિ અહીં રહેવા માંગે છે અને કમાણી કરવા માંગે છે. બહારગામથી આવીને પણ લોકો અહીં પોતાનો નોકરી ધંધો કરતા હોય છે. ત્યારે ચોરી અને ગુનાખોરી કરતા લોકો પણ આ તકનો લાભ લેતા હોય છે. હાલ અમદવાદમાંથી આવા જ બંટી-બબલી ઝડપાયા છે જે લોકોને પ્રસાદીના નામે ઘેનવાળો પેંડો ખવડાવીને લૂંટતા હતાં. 

અવાવરું જગ્યાએ બેસેલાં લોકોને ઘેનવાળો પેંડો પ્રસાદીના નામે આપીને તેમને ઘેન ચઢે એટલે તેમની પાસેની વસ્તુઓ લૂંટીને જતા રહેતાં હતાં. આ ઉપરાંત ખાસ કરીને આવા લોકોના સોફ્ટ ટાર્ગેટ પર હતા કાર ચાલકો અને રિક્ષાચાલકો. ડ્રાઈવરને પ્રસાદીના નામે આવી લેડિઝ ઘેનવાળો પેંડો ખવડાવતી હતી. પછી કોઈક જગ્યાએ વાહન રોકાવીને કોઈક કારણસર થોડીવાર ઉભા રહેવાનું કહેતી હતી. બસ પછી તેના સાગરિત સાથે મળીને તે રિક્ષા ચાલક કે કાર ડ્રાઈવરના ખિસ્સા ખાલી કરીને તેની પાસેનું બધુ લૂંટીને આ કપલ ફરાર થઈ જતું હતું. 

અમદાવાદ પોલીસે આ બંટી-બબલીને ઝડપી પાડ્યા છે. આ કપલ પોતાની પાસે આવા ઘેનવાળા પેંડાનું આખું બોક્સ લઈને ફરતુ હતું. અને તેઓ આખો દિવસ રેકી કરતા, ઘાત લગાવીને કોઈ મુર્ગો શોધતા અને પછી તેને પ્રસાદીના નામે આવો ઘેનવાળો પેંડો ખવડાવીને તેને ટાર્ગેટ બનાવતા હતાં. તમને પણ આવી કોઈ અજાણી વ્યક્તિ મળે તો ચેતી જજો. આ બંટી-બબલીની ક્રાઈક કરવાની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. મહિલા મુસાફર તરીકે રિક્ષા કે ગાડીમાં બેસીને પ્રસાદનો ઘેનવાળો પેંડો ખવડાવીને રિક્ષાચાલકો અને કાર ચાલકોને લૂંટી લેતી મહિલા મુસાફર અને તેના સાગરિત એવા પુરૂષને કાઈમ બ્રાન્ચે ઝડપી અડધો ડઝન ગુનાના ભેદ ઉકેલ્યાં છે.

પેસેન્જર તરીકે બેસતી મહિલા રિક્ષા કે ગાડી રોકાવી મંદિરે દર્શન કરવા જવાનું કહેતા અને થોડીવાર મંદિરે પૂજા કરવાની હોવાનું કહીને ત્યાં ઉભા રાખીને ડ્રાઈવરને ઘેનવાળો પેંડો પ્રસાદી રૂપે આપતા. બસ પછી તો ડ્રાઈવર બેભાન થઈ જતો અને આ કપલ બધુ લૂંટીને ચાલ્યું જતું. યુપીનો સોનુ ઘેનવાળો પેંડો આપતો અને પોતાની સાગરિત મહિલા સાથે લૂંટ ચલાવીને ફરાર થઈ જતો.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાપુનગરમાં રહેતા અને મૂળ યુ.પી.ના રામરાજ ઉર્ફે સોનુ વિજયસિંગ પરિહાર (ઉ.વ. ૩૬) અને અમરાઈવાડીમાં રહેતી મનિષા જગદિશભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. આરોપીઓએ મણીનગર રેલવે સ્ટેશન, – કાંકરિયા ગોરધનવાડી ટેકરા, સીટીએમ, એલ.જી. હોસ્પિટલ, રખિયાલ ચાર રસ્તા, ગમનપુરા વિસ્તારોમાંથી રિક્ષા ભાડે કરી તેના ચાલકોને ફેંકી દ્રવ્ય અને ઉંઘની દવા ખવડાવીને તેમને લૂંટી લેતા. મંદિરમાં આ મહિલાનો સાગરિત પહેલાંથી જ હાજર રહેતો હતો.

રામરાજ ઊંઘની દવા ભેળવીને પેંડાનું બોક્સ આપતો હતો. દર્શન કરીને પરત આવી વિશ્વાસમાં લઈ રિક્ષાચાલકને પ્રસાદીનો પેંડો આપતી હતી. દવાની અસર થતી જણાય એટલે મનિયા રિક્ષા રોકાવીને તેમાંથી ઉતરી જતી હતી. પાછળ જ બાઈક ઉપર આવતો બાઈક મુકી દઈને એ જ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસવા વાતચિત કરવાના બહાને અર્ધબેભાન થતાં રિક્ષાચાલકની રોકડ રકમ ઉપરાંત પહેરેલાં સોના- ચાંદીના દાગીના લૂંટી લેતો હતો. અમદાવાદમાં અડધી ઝનથી વધુ ગુના આપવી પડેલા કામરાજ સામે બંગા વાડ ડાંગ પોપકલાલી હતા અને રસ્તામાં આવતા મંદિરે દર્શન અને વદરામાં ગુનો નોંપાઈ ચૂક્યા છે. કરવાના બહાને રિક્ષા ઉભી રાખતી હતી. અને પાસાતળે જેલ ભોગવી ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news