આજની પોઝિટિવ સ્ટોરી : સરકારના બહેરા કાને ન સાંભળતા ડાંગના ખેડૂતે એકલા હાથે 32 ફૂટનો કૂવો ખોદી પાણી મેળવ્યું

બોલિવુડમાં આવેલી માંઝી ફિલ્મમાં બિહારના એક શખ્સની સ્ટોરી હતી, જેમાં એ શખ્સ તંત્ર ધ્યાન ન લેતા જ જાતે જ પહાડ ખોદીને રસ્તો બનાવવાનું બીડુ ઉપાડે છે અને અંતે જાત મહેનતથી રસ્તો બનાવે છે. આવુ જ કંઈક ડાંગના એક ખેડૂત ગંગાભાઈએ કરી બતાવ્યું. 20 વર્ષથી સરકારમાં ફરિયાદ કરવા છતાં પોતાના વિસ્તારમાં સરકાર ન પહોંચી તો તેણે પાણીની સમસ્યા હલ કરવા માટે જાતે જ 32 ફૂટનો કૂવો ખોદી નાંખ્યો. 60 વર્ષે કોઈ ખેડૂત આવુ કામ કરે તો તેમને બહાદુરીનો એવોર્ડ આપવો પડે.

આજની પોઝિટિવ સ્ટોરી : સરકારના બહેરા કાને ન સાંભળતા ડાંગના ખેડૂતે એકલા હાથે 32 ફૂટનો કૂવો ખોદી પાણી મેળવ્યું

ડાંગ :બોલિવુડમાં આવેલી માંઝી ફિલ્મમાં બિહારના એક શખ્સની સ્ટોરી હતી, જેમાં એ શખ્સ તંત્ર ધ્યાન ન લેતા જ જાતે જ પહાડ ખોદીને રસ્તો બનાવવાનું બીડુ ઉપાડે છે અને અંતે જાત મહેનતથી રસ્તો બનાવે છે. આવુ જ કંઈક ડાંગના એક ખેડૂત ગંગાભાઈએ કરી બતાવ્યું. 20 વર્ષથી સરકારમાં ફરિયાદ કરવા છતાં પોતાના વિસ્તારમાં સરકાર ન પહોંચી તો તેણે પાણીની સમસ્યા હલ કરવા માટે જાતે જ 32 ફૂટનો કૂવો ખોદી નાંખ્યો. 60 વર્ષે કોઈ ખેડૂત આવુ કામ કરે તો તેમને બહાદુરીનો એવોર્ડ આપવો પડે.

આપણા દેશમાં હજી પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં સરકાર પહોંચી નથી, અને ત્યાં વિકાસના નામે મીંડુ છે. તેથી અનેક એવા લોકો છે, જેઓ જાત મહેનતે સુવિધા ઉભી કરે છે. સામાન્ય વિચારથી હટકે તેઓ કંઈક અલગ કરે છે. આપણા દેશમાં એવા પણ લોકો છે જેમણે આખેઆખા જંગલ પણ ઉભા કર્યાં છે. ત્યારે ગુજરાતના છેવાડાના પછાત વિસ્તારના એક ખેડૂતને જ્યારે સરકારની મદદ ન મળી તો જાતે જ 32 ફૂટનો કૂવો ખોદીને પાણીની વ્યવસ્થા ઉભી કરી.

તેમનુ નામ છે ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર. 60 વર્ષીય ખેડૂત ડાંગના વાસુર્ણાના એક ખેડૂત છે. તેમની જમીનમાં ખેતી ખેડવા માટે કૂવાની જરૂર હતી, જેથી પાણી મેળવી શકે. જો પાણી ન મળે તો ખેતી કરવી અશક્ય હતી, કારણ કે અહી સુધી સરકારની મદદથી પાણી પહોંચતુ ન હતું. કૂવો ખોદવા માટે તેમણે સરપંચને 20 વર્ષ સુધી રજૂઆત કરી, છતાં કોઈ નિકાલ ન આવ્યો. આખરે તેમણે જાતે જ કૂવો ખોદીને પાણી મેળવવાનુ નક્કી કર્યુ.

No description available.

એકલા હાથે કૂવો ખોદવો મુશ્કેલ હતો, પરંતુ પાણીની જરૂરિયાત હતી, તેથી તેમને તે શ્રમ પણ મંજૂર હતો. તેઓ ત્રિકમ અને પાવડો લઈને નીકળી પડ્યા અને જાતે જ માટી ઉલેચવાનુ શરૂ કર્યું. લગભગ 14 મહિનાની મહેનતની અંતે તેમને પાણી મળ્યુ હતું. 32 ફૂટના અંતરે તેમને પાણીનો સ્પર્શ થતા જ તેઓએ પોતાની મહેનત ધન્ય થઈ હોય તેમ ભગવાનનો આભાર માન્યો હતો. 

પહેલા સફળતા ન મળી, બાદમાં પાણી હાથ લાગ્યું
જાત મહેનત જિંદાબાદમા માનનારા ખેડૂત જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવો ખોદવાનું શરુ કર્યું. પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ત્રીજા કુવામાં 15 ફૂટ એ પાણી નીકળ્યું હતું.પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું .ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી થાક્યા વગર વર્ષ પહેલા પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યુ હતુ. આમ, આખરે 32 ફૂટે પાણી મળ્યુ હતું.

ગંગાભાઈની આ મહેનતની ચર્ચા હાલ ચારેકોર થઈ રહી છે. લોકો તેમણે કરેલી મહેનત જોવા આવી રહ્યાં છે. જેમાં 20 વર્ષ ધક્કે ચઢાવનાર ગામના સરપંચ ગીતાબેન ગાવિત પણ સામેલ હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news