જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજારી પર હુમલો, બીજેપી માટે કરી રહ્યા હતા પ્રચાર

જે સમયે પૂજારી પર હુમલો થયો એ સમયે તેઓ બીજેપીના ઉમેદવારનો પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે

જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજારી પર હુમલો, બીજેપી માટે કરી રહ્યા હતા પ્રચાર

જૂનાગઢ : ગુજરાતના જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી પર હુમલાના સમાચાર છે. જે સમયે તેમની પર હુમલો થયો એ સમયે તેઓ બીજેપીના વિસાવદર સીટ પરના ઉમેદવારનો પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા. હાલમાં ઘાયલ પૂજારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. ઘાયલ પૂજારીનું નામ સ્વામી ભક્તિ પ્રસાદ હોવાનું જાણવા મળ્યું છે. સ્વામી ભક્તિ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે તેમના પર આ હુમલો કોંગ્રેસે કરાવ્યો છે. 

જુનાગઢ જિલ્લામાં આવેલી વિસાવદર સીટ પર 14 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે. આ સીટ પર 1985થી 201 સુધી બીજેપીના ટોચના નેતા કેશુભાઈ પટેલ ધારાસભ્ય રહ્યા છે. 2014માં કેશુભાઈએ આ સીટ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સીટ માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ જીતી લીધી હતી. 

— ANI (@ANI) December 8, 2017

હુમલા પછી સ્વામી ભક્તિ પ્રસાદે મીડિયાને માહિતી આપી છે કે, 'અમારી ગાડી પર હુમલો કરવામાં આ્વ્યો. આ મારા પર નહીં પણ આપણી સનાતન સંસ્કૃતિ પર હુમલો છે. હુમલાખોરે મને રાષ્ટ્રવાદ તેમજ હિંદુત્વ પર કંઈ ન બોલવાની ચેતવણી આપી છે.' ભકિત પ્રસાદે જણાવ્યું છે કે અમે આ મામલે ચૂપ નહીં રહીએ. બીજેપી નેતા હર્ષદ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે બીજેપી આ હુમલાની ટીકા કરે છે પણ કોંગ્રેસની હાર નિશ્ચિત છે એટલે એ આવા કામ કરી રહી છે. 

આ મામલામાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા કે નેતા કોઈપણ સંત કે મહાત્મા સાથે આવી રીતે વર્તન ન કરી શકે. તેમણે પોલીસ તપાસની તરફેણ કરીને ખોટા આરોપ ન મૂકવા જણાવ્યું છે અને કહ્યું છે કે અમારી સંવેદના હંમેશા સંત સંપ્રદાય સાથે રહેશે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનો પ્રચાર પૂરો થઈ ગયો છે પણ બીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news