બિપોરજોય વાવાઝોડાની 10 મોટી વાતો : ક્યા, ક્યારે, કેવી રીતે ટકરાશે, અને કેટલી નુકસાની સર્જશે

Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની દરેક ખબર ZEE 24 કલાક બતાવશે સૌથી પહેલાં,,, દરિયા કાંઠાના 12 જિલ્લામાં અમારા 24 રિપોર્ટર તમારા સુધી પહોંચાડશે પળેપળની ખબર લાઈવ

બિપોરજોય વાવાઝોડાની 10 મોટી વાતો : ક્યા, ક્યારે, કેવી રીતે ટકરાશે, અને કેટલી નુકસાની સર્જશે

Ambalal Patel Prediction : 25 વર્ષ બાદ ગુજરાતે ફરી એક મોટી કુદરતી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક એવું સંકટ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે, જેને રોકવું શક્ય નથી, બસ તેનો સામનો કરીને બચી શકાય તેમ છે. છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સતત દિશા અને ગતિ બદલતું બિપરજોય વાવાઝોડું હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો આ વાવાઝોડાનું ટાર્ગેટ છે. ચિંતાની વાત એ છે કે વાવાઝોડું જમીન પર ટકરાશે ત્યારે તેની ગતિ 1998માં કંડલામાં વિનાશ વેરનાર વાવાઝોડા જેટલી જ હશે. ત્યારે બિપરજોયને લઇ લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. બિપરજોય સાયક્લોન માટે આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત પર ટકરાવા જઈ રહેલા વાવાઝોડાની 10 મોટી વાતો જાણવા જેવી છે. 


દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાત તરફ ફંટાયું છે

2
વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે. 

3
વાવાઝોડું નલિયા તરફ ટર્ન કરી રહ્યું છે. વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધ્યો છે. દરિયા કિનારે વાવાઝોડું પહોચશે ત્યારે પવન 120થી 140 કિમી ઝડપે ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદ આવશે.

 

 

4
11 તેમજ 12 અને 13 જૂને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર,મોરબી જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરી છે. તેમજ તારીખ 15 જૂને વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરી છે

5
પોરબંદર તથા કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેથી વધુ લોકો એક જ સ્થળે એકઠા ન થાય


સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર ૪ નંબરનું સિગ્નલ લગાવવા સૂચના આપી દેવાઈ છે. તો દક્ષિણ ગુજરાતના બંદરો પર ૨ નંબરોનું સિગ્નલ લગાવવા સૂચના અપાઈ છે. દરિયાના મોજા ૩ મીટરથી વધુ રહેશે. પવનોની ગતિ ૧૨ જૂનના રોજ ૬૫ કિમીથી વધુ રહી શકે છે. તો ૧૪ અને ૧૫ જૂન પવનોની ગતી ૧૨૦ થી ૧૪૫ રહેવાની સંભાવના છે

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

7
ચક્રવાત 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી અને કરાંચી (પાકિસ્તાન) વચ્ચે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના દરિયાકાંઠાને પાર કરીને 15મી જૂનની બપોર સુધીમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે તીવ્ર ચક્રવાત વાવાઝોડું છે. 

8
ગુજરાતના દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ. કચ્છ, સુવાલીના દરિયામાં ઉછળી રહ્યા છે 6થી 7 ફુટના મોજા ઉછળી રહ્યાં છે. વિવિધ મંત્રી પ્રભાવિત થઈ શકે તેવા જિલ્લામાં પહોંચી ગયા છે. બિપરજોય વાવાઝોડાની કેન્દ્ર સરકાર સમીક્ષા થાય. મુંબઈના દરિયા કિનારે હાઈટાઈડની અસર જોવા મળી.

 

 

9
હાલ સાયક્લોન 5 km/h ની ઝડપથી ઉત્તર દિશા તરફ વધી રહ્યું છે. બિપોરજોય હાલ પોરબંદરના કાંઠેથી 340 km દૂર, દ્વારકાથી 380 km દૂર, જખૌ બંદરેથી 460 km દૂર છે. 15 મી જૂને બપોર સુધીમાં સાયક્લોન પાકિસ્તાનના કરાંચીથી ગુજરાતના માંડવી વચ્ચે ટકરાશે. આ સમયે 125- 135 km/h  પવન ફૂંકાવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news