હવે જર્જરિત શાળાઓમાં ભણશે ગુજરાત, જોખમી અભ્યાસ કરતા ભુલકાઓ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપુર ગામે આવેલ એક એવી શાળા કે જે જર્જરિત થતા બાળકોએ પંચાયત ભવનનો સહારો લીધો છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવાય છે. ત્યાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. ત્યારે પ્રવેશોત્સવની ચાડી ખાતી આ શાળા તંત્રની નિષ્ફળ કામગીરીની પોલ ખોલી રહી છે. 
 

હવે જર્જરિત શાળાઓમાં ભણશે ગુજરાત, જોખમી અભ્યાસ કરતા ભુલકાઓ

કિરણસિંહ ગોહિલ/સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપુર ગામે આવેલ એક એવી શાળા કે જે જર્જરિત થતા બાળકોએ પંચાયત ભવનનો સહારો લીધો છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવાય છે. ત્યાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. ત્યારે પ્રવેશોત્સવની ચાડી ખાતી આ શાળા તંત્રની નિષ્ફળ કામગીરીની પોલ ખોલી રહી છે. 

તાજેતર માજ રાજ્ય ભરની શાળાઓમાં નવા શેક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. અને કાર્યક્રમો માજ રાચતી સરકાર પણ હવે પ્રવેશોત્સવ પાછળ લાગી છે. ત્યારે સુરત જિલ્લામાં અને તે પણ કેબિનેટ મંત્રીના વિસ્તારમાં આવેલ પલસાણા તાલુકાના ગાંગપુર ગામની 90 વર્ષ જૂની પ્રાથમિક શાળા જર્જરિત બની છે. ગાંગપુર ગામે ધો. 1 થી 5ના વર્ગો ચાલે છે. અને 60થી વધુ બાળકો અભ્યાસ કરે છે. હાલમાં શાળાનું મકાન ગમે ત્યારે ધરાશયી થાય તેમ છે જેથી બાળકોને હવે નવા બની રહેલ પંચાયત ભવનમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. 

ગાંગપુર ગામે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા છે. જર્જરિત હોવાથી શાળા દ્વારા બે વર્ષથી રજૂઆતો કરાતી હતી. વર્ષ 2017માં ગ્રાન્ટ પણ મળી હતી. પરંતુ  વિધાન સભાની ચૂંટણી હોય અને ત્યાંજ મતદાન મથક અને બુથ હોય તંત્ર દ્વારા શાળા તોડવા મંજૂરી અપાઈ ન હતી. અને પછી ગ્રાન્ટની અવધિ પુરી થયાં બાદ પણ કોઈએ રસ દાખવ્યો ન હતો. આજે બે વર્ષથી બાળકો જીવના જોખમે અભ્યાસ કરવાની નોબત આવી હતી.

સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી

સુરતના તક્ષશીલામાં બનેલી આગની હોનારત બાદ સફાળે જાગેલા તંત્રએ પલસાણા તાલુકાના ગાંગપુર ગામે આવેલી પ્રાથમિક શાળા કે જે 91 વર્ષ જૂની હોય અને જર્જરિત હોય તે શાળામાં બાળકોને અભ્યાસ ન કરાવવા માટે જણાવવામાં તો આવ્યું પરંતુ કોઈ યોગ્ય વૈકલ્પિક જગ્યા નહીં કરી આપતા 63 જેટલા બાળકો ગાંગપુર ગામની નવનિર્મિત શાળા કે જેમાં શૌચાલય, પાણી કે વીજળીની કોઈ સુવિધા નથી ત્યાં અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે જ્યારે સ્થાનિક શિક્ષણ વિભાગ અને તંત્રને જાણ કરાઈ ત્યારે જર્જરિત શાળા અંગે ફરી યોગ્ય તપાસ કરી ગ્રાન્ટ માટે સરકારને રજુઆત કરનાર હોવાનો અધિકારીઓએ  લુલો બચાવ કર્યો હતો.

  
હાલમાં જે સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પણ જોખમકારક જ છે. કારણ મકાનમાં છત અને રૂમ સિવાય બીજી કોઈ સુવિધા નથી. શાળામાં તમામ વિદ્યાર્થીઓ ગરીબ અને મજૂરવર્ગના અભ્યાસ કરવા આવતા હોવા છતાં જગ્યાના અભાવે મધ્યાહન ભોજનની રસોઈ બનાવવું પણ કઠિન બની ગયું છે. ત્યારે માત્ર કાર્યક્રમો અને પ્રવેશોત્સવ માજ કરોડોના તાયફા કરતા ભૂલકાઓનું ભવિષ્ય અને શિક્ષણ અંગે યોગ્ય નિવારણ લાવે તે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news