કોંગ્રેસને પ્રેમ હોય તો પ્રાઇવેટ બિલ કરે રજૂઃ હાર્દિક

 પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સનાં અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતને લઈને હાર્દિકે પક્ષના વાયદાઓ અંગે કહ્યુ હતું કે, આ વિશે બંને પક્ષો એકબીજાને સપોર્ટ કરે. 

કોંગ્રેસને પ્રેમ હોય તો પ્રાઇવેટ બિલ કરે રજૂઃ હાર્દિક

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સનાં અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતને લઈને હાર્દિકે પક્ષના વાયદાઓ અંગે કહ્યુ હતું કે, આ વિશે બંને પક્ષો એકબીજાને સપોર્ટ કરે. 

આજે હાર્દિક પટેલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને અનામત બિલ અંગે મળવાના છે. તે પહેલા પત્રકાર પરિષદને સંબોધતા હાર્દિકે કહ્યું કે, 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસે અમને જ ફોરમ્યુલા આપી હતી, તો હવે જ્યારે ડિસેમ્બરમાં વિધાનસભા શરૂ થવાની છે તો વિરોધ પક્ષાના નેતા તરીકે પ્રાઈવેટ બિલ લાવે અને વિધાનસભામાં રજૂ કરે.  વિકર સેક્શન કોઈ પણ રાજ્યને, કોઈ પણ સરકારને અનામત આપવા માટે બંધારણ આપે છે. ગુજરાતને અનામતનો પૂરતો લાભ મળે તે માટે અમે આજે પરેશ ધાનાણીને રજૂઆત કરવાની છીએ. અમે એબોસી કમિશનને જે રજૂઆત કરી તે પરેશન ધાનાની કરીશું. કોંગ્રેસનું અનામત માટે, આંદોલન માટે તથા પાટીદાર સમાજ માટે શુ વલણ છે તે સાબિત કરવા પ્રયાસ કરીશું.

હાર્દિકે ચૂંટણી પહેલા કોંગ્રેસે આપેલા વાયદા અંગે કહ્યું કે, ચૂંટણી પહેલા કપિલ સિબ્બલની ટીમે જે રીતે વિકર સેક્શનના આધાર પર અનામત આપવાની ખુલ્લી ફોર્મ્યુલા આપી હતી કે, અમારી સરકાર આવશે તો અમે આવી રીતે અનામત આપી શકીશું. તો અમે એ જ બાબતે વિરોધ પક્ષના નેતાને મળવાના છીએ. ખુલીની આ બાબતે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. 

તો બીજી તરફ હાર્દિકે ભાજપ પર પણ આકરા થઈને કહ્યું કે, જો કોંગ્રેસ પક્ષ સમાજ અને લોકો માટે ખુલ્લો હોય તો અને કોંગ્રેસને અમારા માટે કે ગુજરાતના બિનઅનામત વર્ગ માટે એટલો પ્રેમ હોય તો તે પ્રાઈવેટ બિલ રજૂ કરી શકે છે. અને જો ભારતીય જનતા પાર્ટી એ બિલને ટેકો નહિ આપે તો સાબિત થઈ જશે કે ક્યાંક ભાજપ ખોટું છે, તો ક્યાંક કોંગ્રેસ. કારણ કે, મરાઠા સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ જે બિલ રજૂ કર્યુ, તેને કોંગ્રેસ અને એનસીપી બંનેએ ટેકો આપ્યો છે. તો આશા રાખુ કે અહી પાર્ટી એકબીજાને ટેકો આપે. 

હાર્દિક પટેલનો સરકાર પર પ્રહાર
ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટેના ફોર્મ લેવા લાગેલી લાંબી લાઈન અંગે પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું કે, સરકાર રોજગારી અપાવવા માટે કંઈજ કરી નથી રહી. સવારે 6 વાગ્યાથી યુવાનો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા છે. 38 લાખ ફોર્મ ભરાતા હોય તો સમજો કે યુવાનો માનસિક રીતે કેટલા હારી ગયા હતા. ઉપરથી તલાટીની પરીક્ષાનું કોઈ પરિણામ આવ્યું છે. સાચા ગુનેગારો પકડાતા નથી. કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ હાલમાં જ કૌભાંડ સામે આવ્યું છે. સરકાર એક પેપર પણ સાચવી શકતા નથી. ગુજરાતને 30 વર્ષ પાછા લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news