જસદણ પેટાચૂંટણી: BJPના વિજય પર હાર્દિકે કહ્યું- 'આખુ પ્રશાસન કામે લગાવ્યું, છતાં 20,000 મતથી જીત' 

જસદણ પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું અને ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને માત આપતા ગઢ સર કર્યો. કુંવરજી બાવળિયાએ 19 હજાર કરતા વધુ મતોથી અવસર નાકિયાને હરાવીને જસદણમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. 

જસદણ પેટાચૂંટણી: BJPના વિજય પર હાર્દિકે કહ્યું- 'આખુ પ્રશાસન કામે લગાવ્યું, છતાં 20,000 મતથી જીત' 

અમદાવાદ: જસદણ પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું અને ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને માત આપતા ગઢ સર કર્યો. કુંવરજી બાવળિયાએ 19 હજાર કરતા વધુ મતોથી અવસર નાકિયાને હરાવીને જસદણમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ગુરુવારે યોજાયેલા મતદાનમાં અવસર નાકિયાને તેના રાજકીય ગુરુએ માત આપી છે. આ સાથે જ ભાજપે વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો પાર કર્યો છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને પક્ષો દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચારમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. હાર્દિકે કોંગ્રેસના અવસર નાકિયાના પ્રચાર માટે રૂપાવટી ગામે સભા સંબોધી હતી. આ ગામના પરિણામમાં પણ ભાજપને લીડ મળી છે. રૂપાવટીમાં અવસર નાકિયાને 251 અને કુંવરજી બાવળીયાને 667 મતો મળ્યાં. જો કે આમ છતાં હાર્દિક પટેલે મીયા પડે તો ય ટંગડી ઉચી કી ઉંચી જેવું વલણ રાખ્યું.

જસદણ પેટાચૂંટણીના પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે કહ્યું કે 'જસદણની ચૂંટણીમાં જનતાનો જે આદેશ છે તે સ્વીકારવો પડે.ખૂબ નવાઈની વાત છે કે કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારની જંગમાં  સતા પાર્ટીએ ખૂબ પ્રયાસ કર્યા, જેના માટે આખું પ્રસાશન કામે લગાવી દીધું, છતાં ભાજપની જીત 20 હજાર મતથી થઈ, હું બહું મોટી જીત હું નથી માનતો.'

ગત વર્ષ 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. આ એક બેઠક પર જીત સાથે હવે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 થઈ ગઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news