હરીયાણાની પરીક્ષાનું પેપર લીક કરવા ગયા અને હાથે લાગ્યું ગુજરાત LRDનું: શિવાનંદ ઝા
LRD પેપર લીક કાંડમાં મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. જે અંગે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ગાંધીનગર પોલીસ તથા એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક મહિનામાં આશરે 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: LRD પેપર લીક કાંડમાં મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. જે અંગે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ગાંધીનગર પોલીસ તથા એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક મહિનામાં આશરે 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અલગ અલગ રાજ્યોમાં ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરતા એક મહિનાની તપાસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં બે કર્નાટકના માણસોનો પણ સમાવેશ થાય છે. હાલમાં ધરપકડ કરવામાં આવી તેમાં વિનય રમેશ કુમાર આરોરા, મહાદેવ દત્તત્રેય તથા વિનદ બંસીલાલ નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.
પેપરલીક કૌભાંડમાં પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી પકડાયા
મુખ્ય સુત્રધારોએને માહિતી મળી હતી, કે પેપરો મનીપાલ પ્રેસ કર્નાટક ખાતે છપાવાના છે. માટે આ લોકો પિન્ટિંગ પ્રેસ દ્વારા દિવાલની અંદર કૂદીને ગયા અને અને ત્યા પડેલા પેપરના ફોટા પાડી તથા ત્યાં પડેલા પેપરને લઇને ત્યાંથી ચાલ્યા ગયા અને દિલ્હી આવી ગયા હતા. આ જગ્યા પર ચોરી થઇ ત્યાં સીસીટીવી કેમેરા નહોતા તેવી માહિતી DGP દ્વારા આપાવમાં આવી હતી.
શિવાનંદઝા દ્વારા આપાવામાં આવેલી માહિતી મુજબ આરોપીઓને ઝડપી લેવા માટે હરિયાણા પોલીસ, દિલ્હી પોલીસ અને કર્નાટક પોલીસ દ્વારા સારો સહકાર મળતા એક જ મહિનામાં પેપર કાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે, કે મળતી માહિતી મુજબ આ તમામ લોકો કર્નાટક ખાતે હરિયાળાનું પેપર લીક કરવા માટે ગયા હતા અને ગુજરાતના પેપર હાથ લાગ્યા હતા.
હવે વેપારીઓની ગુમાસ્તા ધારા નોધણીમાંથી મુક્તિ, રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય
આરોપીઓ દ્વારા ગુજરાતના પેપર હાથે લાગતા ઓનલાઇન સર્ચ કરતા જાણ થઇ હતી. કે આ પેપર ગુજરાત લોક રક્ષક દળની ભરતીનું પેપર હોવાથી તે લોકો ત્યાથી પેપર લઇને દિલ્હી આવ્યા અને ગુજરાત એલઆરડી પેપર લીક કરવાનું કૌભાંડ રચાયું હતું. હરિયાણાનું પેપર લેવા ગયા અને મળ્યું ગુજરાતનું તેવી વાત ડીજીપી દ્વારા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે