ગુજરાતમાં માથું ફરી જાય એવી ગરમી, 'આ' વિસ્તારોમાં સૌથી ખરાબ હાલત

હવામાન ખાતાએ આ સંજોગોમાં હજી બે દિવસ હિટવેવ પ્રવર્તવાની આગાહી કરી છે

ગુજરાતમાં માથું ફરી જાય એવી ગરમી, 'આ' વિસ્તારોમાં સૌથી ખરાબ હાલત

અમદાવાદ : ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે અને દરિયાકિનારાના વિસ્તારમાં હિટવેવની ભારે અસર નોંધાઈ છે. હવામાન ખાતાએ આ સંજોગોમાં હજી બે દિવસ હિટવેવ પ્રવર્તવાની આગાહી કરી છે. હકીકતમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફુંકાતા ગરમીનો પારો ઉપર ગયો છે. હવામાન ખાતાએ દીવ, સોમનાથ, વેરાવળ, પોરબંદર તેમજ સુરત દરિયા કિનારાના વિસ્તારમાં હિટ વેવની અસર જોવા મળી છે. 

આજે બહાર નીકળતા પહેલા ચેતી જજો કારણ કે આજથી 2 દિવસ માટે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 42થી 44 ડિગ્રી સુધી જઇ શકે છે તો અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પહોંચી શકે છે. 

હવામાન વિભાગે 2 દિવસ માટે દરિયા કિનારા વિસ્તારમાં પણ હિટવેવની આગાહી કરી છે.  હવામાન વિભાગના મંગળવારના આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં 42.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું. રાજ્યના મોટાભાગના મહાનગરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, ભુજમાં 41.6, પોરબંદરમાં 41.4 ડિગ્રી, અમદાવાદમાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, સુરતમાં 40.5 ડિગ્રી, રાજકોટમાં 41.4 ડિગ્રી, ઈડરમાં 40.6 ડિગ્રી, મહુવામાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 40.2 ડિગ્રી, ડીસામાં 39.9 ડિગ્રી અને વલસાડમાં 34.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news