‘માથામાં ફોલ્લી થઈ છે એટલે હેલ્મેટ ન પહેર્યું...’ આવા બહાના આપતા પણ ન ખચકાયા અમદાવાદીઓ...

જો તમે વાહન લઈને ઘરે થી નીકળો છો, તો હવે 2 હજાર રૂપિયા ખિસ્સાંમા રાખજો બાકી રસ્તા પર જોવા જેવી થશે...
 

‘માથામાં ફોલ્લી થઈ છે એટલે હેલ્મેટ ન પહેર્યું...’ આવા બહાના આપતા પણ ન ખચકાયા અમદાવાદીઓ...
  • પહેલા જ દિવસે પકડાયેલા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના જોરદાર બહાના બતાવ્યા
  • કોરોના મહામારી વખતે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા

ઉદય રંજન/અમદાવાદ :ફરી એક વખત ગુજરાતમાં ટ્રાફિક પોલીસે હેલમેટની મેગા ડ્રાઈવ યોજી છે. આજથી રાજ્યભરમાં જે લોકોએ હેલ્મેટ (helmet) ન પહેર્યું હોય તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. હેલ્મેટ વિના વાહન ચાલકો પાસેથી વહેલી સવારથી ટ્રાફિક પોલીસ (traffic police)  દ્વારા દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. માસ્ક ન પહેરનાર પાસેથી 1 હજાર અને હેલ્મેટ ન પહેર્યું હોય તો તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાતા હવે સામાન્ય પ્રજાના માથે દંડનો મારો વધ્યો છે. સામાન્ય પ્રજા દંડ ભરતી વખતે પોલીસ સાથે આજીજી કરતી પણ નજરે પડી રહી છે. ત્યારે આગામી 20 તારીખ સુધી ટ્રાફિકની ડ્રાઈવ ચાલશે અને અમદાવાદ શહેરના તમામ મહત્વ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કાર્યવાહી કરશે. આ ડ્રાઈવમાં અમદાવાદીઓના હેલ્મેટ ન પહેરવાના બહાના સામે આવ્યા.

આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના.... વહેલી સવારથી લોકો ઓફિસે કે અન્ય કામે જઈ રહ્યા હતા, ત્યારે નોકરીએ જતા લોકો માસ્ક તો પહેરે છે, પરંતુ હેલ્મેટ પહેરેલા ન દેખાયા. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ટ્રાફિક વિભાગના ધ્યાને આ વાત આવી હતી. જેના કારણે 9 સપ્ટેમ્બરથી 20 તારીખ સુધી આ ડ્રાઇવનું આયોજન કરાયું છે. કોરોના મહામારી વખતે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા છે. જેના કારણે જ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર થતા અકસ્માતોમાં વધારો થયો છે, જેના કારણે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી અને અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં યોજાશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 9, 2020

જોકે, આજે પહેલા જ દિવસે પકડાયેલા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના જોરદાર બહાના બતાવ્યા છે. તેઓએ કહ્યું હતું કે, પોલીસ અને સરકારે આ પ્રકારની જાહેરાત કરવી જોઈએ. તો કેટલાકે કહ્યું કે, ટુ વ્હીલર ઉપર 100 મીટર 200 મીટરના અંતરે જતા લોકોની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ કારમાં બેઠેલા લોકો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી અને માસ્ક વગર કારમાં બેઠેલા લોકો દેખાય છે, પરંતુ તે લોકોને પકડવામાં આવતા નથી. માત્ર ને માત્ર ટુ વહીલર ચાલકો  પાસેથી 500 રૂપિયા દંડ વસૂલાયો છે. 

તો કેટલાકે કહયું કે, પાંચસો રૂપિયા તો સામાન્ય પ્રજા માટે ખૂબ જ વધુ છે. તે ઓછો કરી અને દંડની રકમમાં ઘટાડો કરવો જોઇએ. તો બીજી તરફ તેની તમારે જે લોકો પકડાયા હતા એ લોકોએ એવા પણ બહાના બતાવાયા કે, કેટલાક લોકો ઘરેથી જ હજુ હાલ નીકળ્યો છું અને તેના કારણે હેલ્મેટ ભૂલાઈ ગયું છે. 

જ્યારે પોલીસે વાહન ચાલકોને પકડ્યા ત્યારે અનેક એવા લોકો હતા તે જ લોકો સાથે રોકડા રૂપિયા ન હતા, તેમ છતાં પોલીસે લોકોને જવા ન દીધા. ડિજીટલ પેમેન્ટ થકી પણ એ લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં હવે સામાન્ય પ્રજા માટે બોજો વધી ગયો એવું માનવામાં આવી રહ્યું છે અને લોકોએ પણ નિયમો પાળવા જોઈએ તેવી ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news