હિંમતનગર: જંગલમાંથી ઝેરી સાપ પકડી વેચતા તસ્કરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાની આશંકા
તમે ગાંજા,ચંદન,ચરસ ,દારુની તસ્કરી થતી જોઈ હશે. પણ આજે અમે આપને જેના એક જ ડંખથી મોતને ભેટવા મજબુર કરતા કોબ્રા નાગની તસ્કરી કરતા લોકોનો પર્દાફાશ કરીશું. શહેર અને ગામોમાં સ્નેક કેચરનું કામ કરતા લોકો હવે લોકોના ઘરોમાં ઘુસતા સાપોને પકડી જંગલમાં છોડવાને બદલે સાપોનું ઝેર કાઢવા વેચાણ કરતા તસ્કરો ફોરેસ્ટ ખાતા એ ઝડપી પાડ્યા છે.
Trending Photos
દેવ ગોસ્વામી/હિમતનગર: તમે ગાંજા,ચંદન,ચરસ ,દારુની તસ્કરી થતી જોઈ હશે. પણ આજે અમે આપને જેના એક જ ડંખથી મોતને ભેટવા મજબુર કરતા કોબ્રા નાગની તસ્કરી કરતા લોકોનો પર્દાફાશ કરીશું. શહેર અને ગામોમાં સ્નેક કેચરનું કામ કરતા લોકો હવે લોકોના ઘરોમાં ઘુસતા સાપોને પકડી જંગલમાં છોડવાને બદલે સાપોનું ઝેર કાઢવા વેચાણ કરતા તસ્કરો ફોરેસ્ટ ખાતા એ ઝડપી પાડ્યા છે.
ઝેરી સાપ પકડી તેનું ઝેર કાઢી અને આખા સાપ પણ વેચવાનું રેકેટ ઝડપાતા લોકો પણ અચંબામાં મુકાયા છે. ઝેરી કોબ્રા અને રસેલ વાઈપરનું ઝેર બજારમાં ડ્રગ્સ બનવવા માટે વપરાતું હોય છે. જે સાપોના ઝેરની કિંમત આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયાની હોય છે. આ ચારે તસ્કરો જંગલ અને લોકોના ઘરોમાં ઘુસતા ઝેરી સાપો પકડી તેનું ઝેર કાઢવા સાપોને અન્ય રાજ્યો વેચવા જતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના
આ સ્નેક કેચરો લોકોના ઘરોમાં ઘુસી જતા સાપોને પકડી જંગલમાં છોડવાને બદલે તેની તસ્કરી કરવાનું બાતમીના આધારે ફોરેસ્ટ ખાતાને ધ્યાનમાં આવતા જીલ્લા ફોરેસ્ટ અધિકારીએ ફોરેસ્ટરને વોચ રાખી આવા તસ્કરોને ઝડપવાની તાકીદ કરતા ફોરેસ્ટ વિભાગને મોટી સફળતા મળતા આરોપીઓ બે કોબ્રા સાપ અને એક રસેલ વાઈપર સાથે ઝડપાયા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં એસીબીની ઝપેટમાં આવેલા લાંચીયા સરાકારી અધિકારી, જુઓ આંકડા
જેમાં રસેલ વાઈપર સાપ મૃત મળી આવ્યો હતો જેમાં તપાસ કરતા કુલ 4 આરોપીને ઝડપ્યા હતા. સાથે જે કારમાં ઝેરી સાપ લઈ વેચવા જતા હતા તે કાર પણ કબજે લેવાઈ છે. 4 મોબાઈલ ફોન પણ કબજે લેવાયા છે. તમામ આરોપીની સઘન પુછપરછ કરી અન્ય આરોપી ઓના નામ ખુલે તેવી શક્ય્તાઓઓ જોવાઈ રહી છે. સાથે વન અધિનિયમ અને વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી છે. જો જીલ્લાનું ફોરેસ્ટ ખાતું સમગ્ર તસ્કરીમાં ઊંડી તપાસ કરે તો મોટું આંતર રાજ્ય ઝેરી સાપ વેચવાનું રેકેટ ઝડપાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે