ધુળેટી પહેલા જ હોળી: સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી, હોળી પહેલા લોકો તાપથી શેકાશે

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચો ચડવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઇ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે. ગરમીનો પારો 40 ડીગ્રી સુધી પહોંચી શકે છે. 

ધુળેટી પહેલા જ હોળી: સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી, હોળી પહેલા લોકો તાપથી શેકાશે

અમદાવાદ : ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચો ચડવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઇ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે. ગરમીનો પારો 40 ડીગ્રી સુધી પહોંચી શકે છે. 

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર બેથી ચાર ડીગ્રી તાપમાન વધશે. જો કે સૌથી મહત્વની આગાહી છે કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારા અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, પોરબંદર, ગીર, સોમનાથ, દિવ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમ પવનો ફૂંકાશે. લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. જો કે અમદાવાદ, સુરત, અમરેલી, પોરબંદર અને રાજકોટ માં પ્રમાણમાં તાપમાન ઓછું રહેશે. અહીં તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે હોળી બાદ ગરમી શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે હોળી પહેલા જ ગરમીએ માઝા મુકી છે. ગુજરાતીઓએ હોળી પહેલા જ ગરમીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડીયે એટલે કે 10-16 માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ ગરમીનો પારો ફરી એકવાર ઉંચો ચડવા લાગ્યો છે. રાજસ્થાન અને ગુજરાતને એન્ટ્રી સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news