સોનું ખરીદવા દિવાળી સુધી રાહ જોવી કે નહિ? જાણો શું કહે છે રાજકોટનું સોની બજાર?

ધનતેરસ અને પુષ્યનક્ષત્ર પર રાજકોટમાં એક અંદાજ મુજબ, 1 હજારથી 1200 કરોડનાં સોનાનાં ઘરેણાંનો વેપાર થતો હોય છે. પરંતુ ચાલું વર્ષે દેશમાં સોનું સપ્લાય કરતી બેંકની તીજોરીમાં ગત વર્ષનાં સ્તર કરતા સોનું ઓછું છે.

સોનું ખરીદવા દિવાળી સુધી રાહ જોવી કે નહિ? જાણો શું કહે છે રાજકોટનું સોની બજાર?

રાજકોટ: ધનતેરસનાં તહેવાર પર સોનાનાં ખરીદીને સુકન માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે સોનાનાં ભાવમાં વધારો થવાની શક્યતાઓ માનવામાં આવી રહી છે. એશિયાના સૌથી મોટા રાજકોટના સોની બજારમાં દિવાળી પહેલા જ સોનાનાં ઘરેણાઓનું બુકિંગ શરૂ થઇ ચુક્યું છે. 

ધનતેરસ અને પુષ્યનક્ષત્ર પર રાજકોટમાં એક અંદાજ મુજબ, 1 હજારથી 1200 કરોડનાં સોનાનાં ઘરેણાંનો વેપાર થતો હોય છે. પરંતુ ચાલું વર્ષે દેશમાં સોનું સપ્લાય કરતી બેંકની તીજોરીમાં ગત વર્ષનાં સ્તર કરતા સોનું ઓછું છે. આવી સ્થિતિમાં, માંગ વધે તો ઓછા પુરવઠાને કારણે સોનાની કિંમતમાં વધારો થાય તે સ્વભાવિક છે. 

રાજકોટનાં પેલેસ રોડ પરની સોની બજારનાં સોની વેપારી અને રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશનનાં પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળીનાં સમયગાળા દરમિયાન સોનાનાં ભાવમાં વધારો થતો હોય છે. ચાલું વર્ષે પણ નજીવો ભાવ વધારો થવાની શક્યતાઓ રહેલી છે. હાલ રાજકોટમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 51460 છે. 

રાજકોટમાં સોનાનાં ભાવમાં એક સપ્તાહમાં રૂ. 1500 જેટલો વધારો થયો છે. દિવાળી સુધીમાં હજું પણ 400 થી 600 રૂપીયા સુધીનો ભાવ વધારો થવાની શક્યતાઓ છે. ગ્રાહકોને આકર્ષવા માટે રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશન દ્વારા સોનાનાં દાગીનાના ઘડામણ પર 1250 રૂપીયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે. 

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news