ભાજપ ભરાઈ! રાદડીયા-સંઘાણી પર કાર્યવાહી કરવી કે વખાણ? હવે સંઘાણીએ સૂર બદલ્યા

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. વાદ નહી વિવાદ નહી...એક માત્ર વિકાસની જ વાત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસની જ વાત છે. પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે.

ભાજપ ભરાઈ! રાદડીયા-સંઘાણી પર કાર્યવાહી કરવી કે વખાણ? હવે સંઘાણીએ સૂર બદલ્યા

ઝી બ્યુરો/રાજકોટ: ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ ઉપર દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું છે. જ્યાં ઇફકો ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલીપ સંઘાણી શું નિવેદન આપે છે તેના પર સૌ કોઈની નજર હતી. 

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. વાદ નહી વિવાદ નહી...એક માત્ર વિકાસની જ વાત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસની જ વાત છે. પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે. ખેડૂતો માટે નક્કોર કામગીરી કરવામાં આવે છે અને આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ એક જ ધ્યેય છે. જયેશ ભાઈના મેન્ડન્ટ લઈને પહેલા ઘણું કહેવાઈ ગયુ છે. પરંતુ પહેલા જ કીધું વાદ નહી વિવાદ નહી, એક જ વાત કોઈ વિવાદ નથી. પીએમ નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વિકાસ કામ થઈ રહ્યું છે.  

ઇફકો ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે પહેલા મેન્ડેડ પ્રથા હતી જ નહીં. સીઆર પાટીલના નિવેદન અંગે કહ્યું હું કોઈથી ડરું તેઓ નથી. હોદ્દા ઉપર રહેનારાઓએ મર્યાદા રાખવી જોઈએ. 

મહત્વનું છે કે જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેડ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. જયેશ રાદડિયા ડિરેકટર તરીકે ચૂંટાઈ જતા ભાજપનું જ એક જૂથ સક્રિય થયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news