Election 2024: 'વોટ કરો અને AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરો', મતદાન કરનારાઓ માટે મોટી જાહેરાત

આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકો પર મતદાન થશે. આ મહાપર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે અને વધુમાં વધુ મતદાન થયા તે માટે અમદાવાદ AMTS દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Election 2024: 'વોટ કરો અને AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરો', મતદાન કરનારાઓ માટે મોટી જાહેરાત

Lok Sabha Election 2024 : આવતીકાલે રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. એટલે કે આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકો પર મતદાન થશે. આ મહાપર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે અને વધુમાં વધુ મતદાન થયા તે માટે અમદાવાદ AMTS દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTSએ મહત્વની જાહેરાત કરી છે.

આવતીકાલે મતદાન કરનાર AMTSમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જી હા....મતદાન કર્યાનું ચિહ્ન બતાવીને મુસાફરો AMTSમાં મુસાફરી કરી શકાશે. એક દિવસ પૂરતો આ છૂટનો મુસાફરોને લાભ મળશે. 7 મેના રોજ મતદાનના દિવસે 100 ટકા મતદાન થાય તે માટે કમર કસી છે અને મતદાન કરનારાને લાભ આપવામાં આવી રહ્યો છે.

મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કોઈને કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા પણ મતદાન જાગૃતિને લઈ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદમાં થનારા મતદાનને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે (7 મે 2024) મતદાન કરનારા વ્યક્તિને નિ:શુલ્ક મુસાફરીની સેવા આપવામાં આવશે. મત જાગૃતિના ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે AMTS દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. મતદાન કર્યાનું નિશાન બતાવીને લોકો AMTS બસોમાં નિ:શુલ્ક મુસાફરીનો લાભ લઈ શકશે. ફ્રી મુસાફરીની આ સુવિધા આવતીકાલે એક દિવસ માટે આપવામાં આવશે.

નોંધનીય છે કે, આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજ તબક્કામાં મતદાન કરનાર મતદારોને AMTS દ્વારા મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે મફત મુસાફર માટે મતદાતા સહી કરેલી આંગળી બતાવવી પડશે. મહત્વનું છે કે, લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે AMTS દ્વારા નિર્ણય કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news