ફિલ્મી સ્ટોરી જેવી લૂંટની સ્ટોરી; યુ.પી.ની જેલમાં મહેસાણાની લૂંટનો બન્યો પ્લાન, હથિયારો ઓછા પડતા...

મહેસાણાના જોટાણામાં ત્રણ માસ પહેલા થયેલી લાખોની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો છે. માત્ર ભેદ ઉકેલી નાખ્યો છે તેમ ના કહેવાય પણ ભેદ ઉકેલવા પાછળ 400 CCTV તપાસ્યા, 6 જિલ્લામાં તપાસ કરી, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસ કરી અને ભેદ ઉકેલ્યો એમ કહેવું યોગ્ય રહેશે.

ફિલ્મી સ્ટોરી જેવી લૂંટની સ્ટોરી; યુ.પી.ની જેલમાં મહેસાણાની લૂંટનો બન્યો પ્લાન, હથિયારો ઓછા પડતા...

તેજસ દવે/મહેસાણા: શું તમારી સોસાયટી મહોલ્લા પોળ માં અજાણ્યા ફેરિયા ઘૂસી જાય છે? તો ચેતી જજો. આ અજાણ્યા પરદેશી ફેરિયાઓ તમારું ધન લૂંટી લેવાની ફિરાકમાં ના હોય. મહેસાણાના જોટાણામાં એક પરિવારને ધોળે દહાડે બંધક બનાવી બંદૂક બતાવી લાખોની લૂંટ કરવાની તપાસમાં મહેસાણા પોલીસને લૂંટારૂની આ એમ.ઓ. સામે આવી છે કે જેમાં ફેરિયા બની પહેલા રેકી કરી અને બાદમાં કરી લાખોની લૂંટ. ત્રણ માસ પહેલા થયેલી લૂંટના 3 આરોપીઓ ઝડપાયા ત્યારે ખબર પડી કે છેલ્લા કેટલા વર્ષથી આ લૂંટારૂ રેકી કરીને કેટલીય વાર લૂંટનો પ્રયત્ન પણ કરી ચૂક્યા છે.

મહેસાણાના જોટાણામાં ત્રણ માસ પહેલા થયેલી લાખોની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો છે. માત્ર ભેદ ઉકેલી નાખ્યો છે તેમ ના કહેવાય પણ ભેદ ઉકેલવા પાછળ 400 CCTV તપાસ્યા, 6 જિલ્લામાં તપાસ કરી, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસ કરી અને ભેદ ઉકેલ્યો એમ કહેવું યોગ્ય રહેશે. મહેસાણાના જોટાણા માં ત્રણ માસ અગાઉ તા.25.9.23 ના રોજ ધોળે દિવસે મોંઘી દાટ કિયા ગાડી લઈને આવેલા 5 લૂંટારૂ એ એવી રીતે લૂંટ ચલાવી કે કોઈ પણ સાંભળીને હચમચી જાય. 

જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડા ના ઘરે ત્રણ માસ અગાઉ લૂંટ ની ઘટના બની હતી. જેમના ઘરમાં તેમની પત્ની, માતા, વૃદ્ધ માજી અને બે બાળકો હાજર હતા. તેવામાં કિયા ગાડી લઈને બંદૂક અને છરી સાથે ઘરમાં 5 લૂંટારૂ ઘૂસી ગયા હતા. અને બંધક બનાવી ઘરમાંથી સોના ચાંદી ના દાગીના અને રોકડ મળી કુલ 44.92 લાખની મત્તા ની લૂંટ ચલાવી હતી. જે ઘટના બાદ પરિવાર પણ જાણે આઘાતમાં સરી ગયો હતો. કારણ કે મહિલાઓ અને વૃદ્ધ માજીને પણ બંધક બનાવી બાળકોને રૂમમાં પૂરી દઈ બંદૂક બતાવી લૂંટ ચલાવાઇ હતી. લૂંટ બાદ ફરાર થયેલા આરોપીઓને પકડવા મહેસાણા પોલીસે ત્રણ માસમાં રાત દિવસ એક કરી દિધો અને આખરે 3 આરોપીઓને ધરદબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. 

હવે જાણીએ લૂંટ કેવી રીતે થઇ ?
આરોપીઓએ લૂંટનો પ્લાન એક બે દિવસ નહિ પણ થોડા વર્ષો અગાઉથી બનાવી દિધો હતો. અને છૂટક કપડા વેચતા ફેરિયા બની જોટાણામાં રેકી શરૂ કરી દીધી હતી. લૂંટ માટે પાલનપુરમાં ભાડે મકાન રાખી રહેતા હતા. પકડાયેલ જમશેદઅલી 12 વર્ષથી ચામડાના વેપાર સાથે સંકળાયેલો હતો. નંદાસણ અને જોટાણામાં ચામડાના વેપાર માટે પણ આવતો હતો. ફરિયાદીના પરિવાર પણ ચામડાના વેપાર સાથે સંકળાયેલ હોઈ ફરિયાદી પરિવારની તમામ દિનચર્યા અને પરિવારના સભ્યોને જાણતો હતો. જમશેદઅલી એ ત્રણ માસ પહેલા નહિ પણ સાડા ચાર વર્ષ અગાઉ લૂંટનો પ્લાન બનાવી યુ.પી.થી માણસો બોલાવી લૂંટનો પ્રયાસ કરેલો પણ લૂંટ માટે સામાન પૂરો નહિ હોવાથી લૂંટને અંજામ આપી શકેલ નહિ. ત્યારબાદ તેની સાથે સંકળાયેલ શાનું ઉર્ફે મુલ્લો સાથે યુપી જેલમાં જતા ત્રણ વર્ષ જેલમાં ફરીથી શાનું અને જમશેદઅલી એ લૂંટનો અધૂરો પ્લાન પુરો કરવાનું નક્કી કર્યું. 

જેલમાં સોહેલ અલી, કપડાની ફેરી કરતો વાજિદ સહિતના માણસોએ યુપીની જેલમાં જોટાણાની લૂંટનો પ્લાન બનાવી દિધો. અને ત્રણ માસ અગાઉ કરેલ લૂંટ પહેલાના દોઢ મહિના પહેલા પાલનપુર આવી ગયા હતા. જ્યાંથી સ્વિફ્ટ કાર લઈને જોટાણા બીજી વાર લૂંટ કરવા આવેલા. જ્યાં સ્વિફ્ટ કાર ના ડ્રાઈવરેના પાડતા લૂંટને અંજામ આપ્યા વગર પાછા ગયેલા. ફરીથી પાલનપુર રોકાઈ અને બંદૂક સહિતના હથિયારોની વ્યવસ્થા કરી કિયા સેલ્ટોસ કાર લઈને જોટાણા પહોંચી આખરે લૂંટ ને અંજામ આપ્યો હતો.

લૂંટ ઉકેલવામાં પોલીસે શું કામગીરી કરી?
લૂંટ ઉકેલવા મહેસાણા એલસીબી પોલીસ સહિત 4 ટીમો બનાવાઇ હતી. લૂંટ ના મૂળ સુધી પહોંચવા લૂંટ માં ઉપયોગમાં લેવાયેલ કિયા ગાડી કામ લાગી હતી. કાર સોધવા અલગ અલગ આરટીઓ ની તપાસ કરાઈ, કિયા કંપની માં તપાસ કરાઈ, ઉત્તર ગુજરાતમાં 400 જેટલા સીસીટીવી ચકાસ્યા, અન્ય જિલ્લામાં આવી પ્રકારની લૂંટ બની હોય તેના આરોપીઓની તપાસ કરાઈ, ગુનામાં આંતરરાજ્ય ગેંગ સંકળાયેલ જણાતા ઉત્તર પ્રદેશ, યુપી, રાજસ્થાન અને દિલ્હી ના બાતમીદારો ની મદદ લેવાઇ, લૂંટ માં વપરાયેલ ગાડી ની લોનના હપ્તા ચડેલા અને ઓવર ડ્યું થઈ હોવાની તપાસમાં માલુમ પડ્યું. જેની બેંક પાસેથી માહિતી મેળવવામાં આવી. ટોલ ટેક્ષ પરથી માહિતી મેળવાઈ. જિલ્લામાં બીજા રાજ્યના લોકો રોકાયેલા હોય તેવી તમામ ગેસ્ટ હાઉસો માંથી વિગતો મંગાવાઈ. અને પોલીસના નેત્રમ સીસીટીવી માં કિયા ગાડી પાલનપુર હોવાનુ માલૂમ પડેલું. જ્યાંથી આ 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા.

આમ, પોલીસે ધોળે દિવસે લૂંટ નો ભેદ ઉકેલવા રાત દિવસ એક કરી લૂંટ નો ભેદ ઉકેલ્યો. કારણ કે લૂંટ બાદ આરોપીઓ નહિ પકડાતા પોલીસ પર રાજકીય દબાણ પણ વધી ગયું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. તો બીજી તરફ લૂંટ ઉકેલવા પોલીસે મહેનત કરીને 3 આરોપીઓ પકડી પાડ્યા છે. પણ હજુ 5 આરોપીઓ ફરાર છે. 44.92 લાખની મત્તા માંથી માત્ર 1.10 લાખ જ રિકવર થયા છે. એટલે હજુ પોલીસ માટે પિકચર અભી બાકી હૈ દોસ્ત... જેવી સ્થિતિ છે. હજુ બાકીના આરોપીઓ પણ પકડવાના અને લૂંટ નો મુદ્દામાલ પણ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news