રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ કરવા સુરત પોલીસે કરી કોર્ટમાં અરજી, વધશે મુશ્કેલી

પાટીદાર અનામત આંદોલનના નેતા અને વ્યવસાયે વકીલ એવા સુરતના અલ્પેશ કથીરિયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાંચે સોમવારે બપોરે જીલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. સતત બે દિવસ સુધી અલ્પેશ અને શહેર પોલીસ વચ્ચે ભારે માથાકૂટ થઇ હતી, જેમાં અલ્પેશ દ્વારા પોલીસને અપશબ્દો બોલતો વિડીયો વાઈરલ પણ થયો હતો. 

રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ કરવા સુરત પોલીસે કરી કોર્ટમાં અરજી, વધશે મુશ્કેલી

તેજસ મોદી/સુરત: પાટીદાર અનામત આંદોલનના નેતા અને વ્યવસાયે વકીલ એવા સુરતના અલ્પેશ કથીરિયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાંચે સોમવારે બપોરે જીલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. સતત બે દિવસ સુધી અલ્પેશ અને શહેર પોલીસ વચ્ચે ભારે માથાકૂટ થઇ હતી, જેમાં અલ્પેશ દ્વારા પોલીસને અપશબ્દો બોલતો વિડીયો વાઈરલ પણ થયો હતો. 

આ ઘટનાને પગલે સુરત પોલીસે એક પછી એક ચાર ફરિયાદો અલ્પેશ કથીરીયા વિરુદ્ધ દાખલ કરી હતી. સાથે જ પોલીસે અલ્પેશ દ્વારા રાજદ્રોહના સુરતના કેસમાંથી મળેલા જામીનની શરતો ભંગ કરતી હોવાની અરજી કરી છે. જેમાં પોલીસ સાથે અસભ્ય વર્તન, અપશબ્દો બોલવા અને ટોળા ઉશ્કેલી સરકારી સંપતિને નુકસાન વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, આ ઘટનાના દિવસે જ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પણ આ અંગે જણાવ્યું હતું.

સરકારના ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ, આ રહ્યો પુરાવો

પાસ નેતા અલ્પેશ કથીરીયા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી માથાકૂટ બાદ મામલો વધુ વણસ્યો હતો. જેમાં પોલીસે એક પછી એક ફરિયાદો અલ્પેશ અને તેના સમર્થકો વિરુદ્ધ દાખલ કરી છે. વરાછા પોલીસ મથકમાં ત્રણ ફરિયાદો, ઉમરા પોલીસ મથકમાં એક અને ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આ ઘટનાના એક અગાઉ સરથાણા પોલીસ મથકમાં થયેલી માથાકૂટ અંગે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આમ છ ફરિયાદો માંથી ચાર ફરિયાદોમાં અલ્પેશના નામનો ઉલ્લેખ છે, જે પૈકી બે કેસમાં તેને જામીન મળ્યા છે, જ્યારે બે કેસમાં ધરપકડ બાકી છે, 

રાજદ્રોહના ગુનામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી
સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ દ્વારા અપાયેલા બે ચાર પોલીસકર્મીઓને મારી નાંખવાના રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથીરીયાને પણ આરોપી બનાવાયો હતો. આ કેસમાં હાલમાં જ સુરત મુખ્ય જિલ્લા સેશન્સ જજે પાસના અલ્પેશ કથીરિયાને શરતોને આધીન જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. જેમાં કેટલીક જામીન શરતો લાગુ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ આ પ્રકારના ગુનામાં નહીં સંડોવાય તથા સુલેહ શાંતિનો ભંગ કરવા પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવા સહિત શરતો લાગુ કરવામાં આવી હતી.

અમદાવાદ: કરાઇ ખાતે ફરજ બજાવતા PSIએ સર્વિસ રિવોલ્વરથી કરી આત્મહત્યા

બે દિવસમાં અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે કરેલી જીભાજોડી તથા મારામારીના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી સંભવતઃ આરોપી અલ્પેશ કથીરિયાએ સુરત સેશન્સ કોર્ટે લાદેલી જામીન શરતનો ભંગ કર્યો હોય જામીન રદ કરવા અંગેનો રીપોર્ટ કરવા અંગેની કાર્યવાહી પોલીસે શરુ કરી છે. પોલીસ કમિશ્નરે શુક્રવારે સાંજે આ અંગે નિવેદન આપ્યું હતું. તો શનિવારે ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાહુલ પટેલે પણ કહ્યું હતું કે હાલ આ અંગે રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. 

અલ્પેશ સામેનો રીપોર્ટ તૈયાર થતાં સોમવારે બપોરે ક્રાઈમ બ્રાંચે સુરત જીલ્લા કોર્ટમાં અલ્પેશના શરતી જામીન રદ્દ કરવા માટેનો રીપોર્ટ કરી દીધો હતો. હવે આ સમગ્ર મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં બંને પક્ષ તરફથી દલીલો કરવામાં આવશે. જોકે કઈ કોર્ટમાં અને કઈ તારીખે સુનાવણી કરવામાં આ આવશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news