ગુજરાતમાં આ સ્થળ પર મંદિર નહિ પણ સ્મશાનમાં યોજાઇ રામકથા

સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ જતી નથી પરંતુ આ જગતમાં મંદિરથી પણ પવિત્ર જો કોઈ જગ્યા હોય તો તે સ્મશાનની ભૂમિ છે. તે વાતને સાર્થક કરવા માટે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામના લોકો દ્વારા ગામના સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનું શ્રવણ કરવા માટે ન માત્ર ટીકર ગામના લોકો પરંતુ આસપાસના ગામના લોકો પણ ટીકર ગામના સ્મશાનમાં આવે છે.
 

ગુજરાતમાં આ સ્થળ પર મંદિર નહિ પણ સ્મશાનમાં યોજાઇ રામકથા

હિમાંશુ ભટ્ટ/ હળવદ: સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ જતી નથી પરંતુ આ જગતમાં મંદિરથી પણ પવિત્ર જો કોઈ જગ્યા હોય તો તે સ્મશાનની ભૂમિ છે. તે વાતને સાર્થક કરવા માટે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામના લોકો દ્વારા ગામના સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનું શ્રવણ કરવા માટે ન માત્ર ટીકર ગામના લોકો પરંતુ આસપાસના ગામના લોકો પણ ટીકર ગામના સ્મશાનમાં આવે છે.

ગુજરાત સહીત દેશના જુદાજુદા રાજ્યોમાં અલગ અલગ કથાના ઘણા બધા આયોજનો કરવામાં આવે છે. અને તે કથાઓ સામાન્ય રીતે મંદિરના પટાંગણમાં કે પછી કોઈ જ્ઞાતિની વાડી અથવા તો સોસાયટીના કોમન પ્લોટમાં હોય છે. જો કે, મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામમાં મોક્ષધામ એટલે કે, સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: બે પોલીસ પરિવાર વચ્ચે થઇ મારામારી, વીડિયો વાયરલ

આ વાત સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, ટીકર સમસ્ત ગામ દ્વારા કોઈપણ પ્રકારની જાકમજોળ વગર જગતની સૌથી પવિત્ર જગ્યા સ્મશાન છે તે વાતને સાર્થક કરવા માટે ગામના સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા સંભાળવા માટે માત્ર ટીકર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામમાંથી પોઅન મોટી સંખ્યામાં લોકો આવે છે.

લાઈટીંગ, ડેકોરેશન સહિતની સજાવટમાં લખલૂટ ખર્ચાઓ કરીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવે છે જો કે, ટીકરના સ્મશાનમાં ચાલતી રામકથામાં આવું કશું જ કરવામાં આવ્યું નથી. છતાં પણ તે કથા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે કેમ કે, આ કથાનું સ્થળ સ્મશાન ભૂમિ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે પોતાના સ્વજન અવસાન પામ્યા હોય તો પણ મહિલાઓ સ્મશાનમાં જતી નથી, પરંતુ હાલમાં ટીકર સહિતની મહિલાઓ દરરોજ બપોરના બે વાગે એટલે ગામના સ્મશાનમાં પહોચી જાય છે કેમ કે બપોરના બે થી પાંચ વાગ્ય સુધી ત્યાં ગામના જ બાવાજી ભરત બાપુ દ્વારા રામકથાનું તેની આગવી શૈલીમાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ: BRTS બસે એક્ટિવા ચાલકને ફંગોળતા થયુ મોત, ડ્રાયવરની ધરપકડ

ઉલેખનીય છે કે, કથાના વક્તા દ્વારા નવ દિવસની કથાનું પરસેવા માટે જ વાંચન કરવામાં આવી રહ્યું છે એટલે કે, આ કથા માટે તેમના દ્વારા એકપણ રૂપિયો લેવામાં આવશે નહિ અને ત્યાં અનાજ સહિતની જે પણ ખાદ્ય સામગ્રી ગામની મહિલાઓ સહિતનાઓ દ્વારા મુકવામાં આવશે તે નબળા પરીવાના લોકોને દાન કરી દેવામાં આવશે.

ગુજરાતમાં કદાચ મોરબી જીલ્લામાં આવતું ટીકર પ્રથમ એવું ગામ હશે કે, જે ગામમાં ગામના લોકો દ્વારા ગ્રામજનોના સહકારથી સ્મશાનની અંદર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનો હેતુ પણ ખરેખર ગ્રામજનોને અભિનંદન આપવા ઘટે તેવો છે કેમ કે, આ વર્ષે વરસાદ ઓછો હોવાથી આમ પણ ગૌ વંશને બચાવવા માટે સામાન્ય નાગરિક થી લઈને સરકાર સુધીનાને જહેમત ઉઠાવવી પડે તેવી પરિસ્થિતિ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news