ઈતિહાસ રચવા ભારતીય ટીમ તૈયાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ખીચોખીચ ભીડ

ind vs aus world cup 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલનો મહામુકાબલો... ત્રીજી વખત ઈતિહાસ રચવા હોટેલથી રવાના થઈ ભારતીય ટીમ... મોદી સ્ટેડિયમ બહાર હજારો પ્રેક્ષકોનો જામ્યો છે જમાવડો...

ઈતિહાસ રચવા ભારતીય ટીમ તૈયાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ખીચોખીચ ભીડ

ind vs aus final world cup 2023 : અમદાવાદમાં ક્રિકેટનો મહાકુંભ જોવા મળ્યો છે. ક્રિકેટ ફીવર જોવો હોય તો હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોવા જેવુ બની રહ્યું છે. મોદી સ્ટેડિયમ બહાર લાખો પ્રેક્ષકોનો જમાવડો જામ્યો છે. પ્રેક્ષકોને અંદર એન્ટ્રી મળવાની શરૂઆત થઈ ગઈ છે. હવે થોડી જ ક્ષણોમાં વર્લ્ડકપ ફાઈનલની શરૂઆત થશે. પણ હાલ સ્થિતિ એવી છે કે, સ્ટેડિયમની બહાર પોલીસના વાહનો પણ ભીડમાં ફસાયા છે. તો કેટલાક ફેન વડાપ્રધાનનું લાઈફ સાઈઝ કટઆઉટ લઈને સ્ટેડિયમ પાસે પહોંચ્યા છે. વિશ્વ વિજેતા બનવાની ફાઈનલ મેચને હવે માત્ર 1 કલાક બાકી છે. ત્યારે  ભારતીય ટીમમાં જીતનો આશાવાદ જોવા મળ્યો.

પોલીસના વાહનો પણ ભીડમાં ફસાયા
બહાર એટલી બધી ભીડ છે કે પોલીસના વાહનો પણ ભીડમાં ફસાયેલા જોવા મળ્યા. હાલ બંને ટીમ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. સ્ટેડિયમની બહાર આરપીએફની ટુકડી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ લોકોને ચેક કરી અને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માત્ર પર્સ, મોબાઈલ અને દવાઓ સહિતની જરૂરી ચીજવસ્તુઓ સાથે જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વિશ્વની બે વર્લ્ડ ચેમ્પિયન વચ્ચે કાંટે કી ટક્કર
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ... વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ... અને વિશ્વની બે વર્લ્ડ ચેમ્પિયન વચ્ચે કાંટે કી ટક્કર.... વાત થઈ રહી છે અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલની... અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2ના ટકોરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ટાઈટલ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.... સ્ટેડિયમમાં હાજર 1.32 લાખ પ્રેક્ષકો અને આખી દુનિયામાં પોતાના ઘર, હોટલ, રિસોર્ટમાં કરોડો ફેન્સની ઈંતઝારી વચ્ચે બ્લોક બસ્ટર મહામુકાબલાની શરૂઆત થશે.... ભારત માટે આ વખતે વર્લ્ડ કપ જીતવાની ગોલ્ડન તક છે... કેમ કે ભારતે વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતીને શાનદાર દેખાવ કર્યો છે.... તો ટીમના તમામ બોલર્સ અને બેટ્સમેન ધુંઆધાર ફોર્મમાં છે.... જે પ્રમાણે અત્યાર સુધી ભારતીય ટીમે પ્રદર્શન કર્યું છે તેવું પ્રદર્શન આ મેચમાં કરશે તો 1983, 2011 અને હવે 2023નો વર્લ્ડ કપ ભારતના નામે નોંધાઈ જશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news