ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ, ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે. 

ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ, ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર

ગાંધીનગરઃ નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટેટ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આ વચ્ચે સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહ્યું છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું. 

કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછને લઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજકીય કિન્નાખોરી માટે તપાસ એજન્સીઓનો સરકાર દ્વારા દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. 

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સામે વાત કરતા કહ્યુ કે, છેલ્લા ચાર દિવસથી ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. વર્ષો જૂના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી બીમાર છે છતાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે રાહુલ અને સોનિયા ગાંધીને ડરાવીને નોટિસ આપવામાં આવી છે. સાથે કોંગ્રેસે સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે વિરોધ કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news