વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક નવી પહેલ, શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતીનો કર્યો પ્રારંભ

કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે

વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક નવી પહેલ, શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતીનો કર્યો પ્રારંભ

રવિ અગ્રવાલ/ વડોદરા: કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે, ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદથી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી.

હવે તેમાં વધુ આગેકદમના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતી (Organic Farming) શરૂ કરવામાં આવી છે. યાદ રહે કે ગુજરાત સરકારે સેન્દ્રિય ખેતી પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકી છે ત્યારે આ સરકારી નીતિને સુસંગત પગલું છે. આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ કહ્યું કે જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિજન્ય સુકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણનું મિશ્રણ કરીને કંપોસ્ટ ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર બનાવવામાં આવી રહ્યું છે.

આમ કચરાના નિકાલની સરળતા થઈ છે અને કચરામાંથી કંચન જેવું ખાતર બની રહ્યું છે. આ ઉપરાંત કચરાની સાથે ગૌમૂત્ર, ગોળ, છાણ અને લોટના મિશ્રણથી પ્રવાહી સેન્દ્રિય ખાતર જીવામૃત બનાવવામાં આવે છે જે ખેતીને પોષક બની રહેશે. આમ આ પહેલથી જેલની ખેતી સાત્વિક અને શુદ્ધ બની છે. જેલની આ પહેલ પર્યાવરણ રક્ષણમાં પણ મદદરૂપ બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news