ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે, પરિણામની સમીક્ષા કરવામાં આવશેઃ જીતુ વાઘાણી

ગુજરાતની પેટાચૂંટણી પર વાત કરતા જીતુ વાઘાણીએ કહ્યું કે, નપાની 15માથી 13 બેઠકો ભાજપે જીતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. છ વિધાનસભાની પેટાચૂંટણી પર કહ્યું કે, ભાજપની પાસે પહેલા પણ 3 સીટ હતી. 
 

ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે, પરિણામની સમીક્ષા કરવામાં આવશેઃ જીતુ વાઘાણી

ગાંધીનગરઃ રાજ્યમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણી પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ પત્રકાર પરિષદ સંબોધી હતી. જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં છ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી, મહાનગર પાલિકાની ત્રણ અને નગરપાલિકાના 17 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. 

મહારાષ્ટ્ર અને હરિયાણામાં પાંચ વર્ષ કામ કર્યા બાદ ચૂંટણી હતી અને કોંગ્રેસ દ્વારા અનેક સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીતુ વાઘાણીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે અને હરિયાણામાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો છે.

ગુજરાતની પેટાચૂંટણી પર વાત કરતા જીતુ વાઘાણીએ કહ્યું કે, નપાની 15માથી 13 બેઠકો ભાજપે જીતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. છ વિધાનસભાની પેટાચૂંટણી પર કહ્યું કે, ભાજપની પાસે પહેલા પણ 3 સીટ હતી. તેમણે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોને પણ અભિનંદન આપ્યા હતા. આ સાથે કહ્યું કે, ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે. ભાજપે પોતાની જે સીટ હતી તે જાળવી રાખે તે માટે આભાર માનું છું. રાધનપુર અને બાયડ વિધાનસભામાં ભાજપે પોતાની લીડમાં વધારો કર્યો છે. આ સાથે ભાજપે થરાદ બેઠક ગુમાવી છે. 

જીતુ વાઘાણીએ કહ્યું કે, ભાજપ દરેક ચૂંટણી ગંભીરતાથી લડે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ભૂતકાળમાં હાર્યા છે. જ્યાં હાર થઈ છે ત્યાંના પરિણામ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જીતુ વાઘાણીએ કહ્યું કે, રાધનપુર અમારી સીટ નહતી. તેમણે કહ્યું કે, ગત ચૂંટણી કરતા કોંગ્રેસની લીડમાં ઘટાડો થયો છે. રાધનપુરમાં શંકર ચૌધરીને કારણે ભાજપની હાર થઈ છે આ સવાલ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે, શંકર ચૌધરી અમારા લોકલાડિલા નેતા છે. તેમની નારાજગી ન હોય. તેમણે પણ કામ કર્યું છે. 

જુઓ Live TV 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news