જૂનાગઢમાં ખાનગી ટ્યૂશન ક્લાસમાં શિક્ષકે PVC પાઇપ વડે વિદ્યાર્થીને માર્યો

ધોરણ 4માં ભણતો 10 વર્ષનો યશ મલયભાઇ ગોહેલ ક્લાસ રૂમમાં તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે કોઇપણ જાતના વાંક વગરે મયુર નામના શિક્ષકે ક્લાસ રૂમમાં આવીને યશ ગોહેલને PVC પાઇપ વડે માર માર્યો હતો. 

જૂનાગઢમાં ખાનગી ટ્યૂશન ક્લાસમાં શિક્ષકે PVC પાઇપ વડે વિદ્યાર્થીને માર્યો

હનિફ ખોખર/ જૂનાગઢ: જૂનાગઢમાં એક ખાનગી ક્લાસીસના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢમાં આવેલી એક કિંગ એજ્યુકેશન પોઇન્ટ નામની એક બોગસ સંસ્થાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. ધોરણ 4માં ભણતો 10 વર્ષનો યશ મલયભાઇ ગોહેલ ક્લાસ રૂમમાં તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે કોઇપણ જાતના વાંક વગરે મયુર નામના શિક્ષકે ક્લાસ રૂમમાં આવીને યશ ગોહેલને PVC પાઇપ વડે માર માર્યો હતો. 

વિદ્યાર્થી યશના માતા-પિતાના આ વાતની જાણ થતા તેઓ યશના ક્લાસીસ પર પહોંચી ગયા હતા. શિક્ષકના હાથનો ભોગ બનનાર યશ ગોહેલને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને માર માર્યાની ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યશના માતા-પિતાએ શિક્ષક દ્વારા વિદ્યાર્થી યશને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news