પાટીદાર સમાજના યુવાઓને નરેશ પટેલની મોટી સલાહ : માતાપિતાને અંધારામાં રાખી પ્રેમલગ્ન કરવા યોગ્ય નથી

Khodaldham Naresh Patel On Love Marriage : સુરતના કામરેજમાં ખોડલધામ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે નરેશ પટેલે પ્રેમલગ્ન અંગે મોટી વાત કરી... સાથે જ યુવાઓને સલાહ પણ આપી 
 

પાટીદાર સમાજના યુવાઓને નરેશ પટેલની મોટી સલાહ : માતાપિતાને અંધારામાં રાખી પ્રેમલગ્ન કરવા યોગ્ય નથી

Surat News સંદીપ વસાવા/સુરત : ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કામરેજ ખાતે ખોડલધામ કાર્યલયનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારે હાલ પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરીના ઉઠેલા મુદ્દે અંગે નરેશ પટેલે પ્રતિક્રીયા આપી હતી. તેમણે કહ્યું કે, પ્રેમલગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ ચોક્કસ પણે એવું માનું છું, કે જેના નીચે આપણે 20 થી 21 વર્ષના થયા છીએ, જેના ધાવણ થકી 25 વર્ષના થઈએ, જેને સહારો આપી મોટા કાર્ય કર્યા હોય. એને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી. પ્રેમ કરવો સહજ નથી, પ્રેમ થવો જોઈએ. માતા-પિતાની મંજૂરી હોય તો લગ્ન કરવા જોઈએ. પરંતું કાયદામાં સુધારો એક પ્રક્રિયા છે, પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશે, ફેરબદલ થતી રહેશે, તે એક સરકારી મુદ્દો છે.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કામરેજ ખાતે ખોડલધામ કાર્યલાયનું લોકાર્પણ કર્યુ હતું. નરેશ પટેલે નવરાત્રિમાં પ્રવેશ અને પ્રેમ લગ્ન કાયદા બાબતે પણ પ્રતિક્રિયા આપી હતી. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે સુરતના કામરેજ ખાતે ખોડલધામ નવનિર્મત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યાલયમાં ખોડલધામ પ્રકલ્પ કોમ્પેટીટિવ કલાસીસ, સમાધાન પંચ, મહિલા સશક્તિકરણ, સરકારી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવશે. 

આ પ્રસંગે નરેશ પટેલે નવરાત્રી પર્વને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવરાત્રીની તૈયારી ત્રણ મહિના પહેલાથી કરી રહ્યાં છે. તમામ જગ્યાએ ગરબીઓ પ્રોટોકોલ, સીસ્ટમ પ્રમાણે ચલાવવામાં આવશે. સ્થળ પર સેફટી એ પ્રથમ પ્રાયોરિટી રહેશે. હેલ્થ સેકંડ પ્રાયોરિટી રહેશે, ખાસ યંગસ્ટર્સને હાર્ટ એટેકના ના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે, ત્યારે તેમાં ડોક્ટર અને એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવશે. નવરાત્રિમાં સ્વયં સેવકો હાજર રહીને લોકોના આધારકાર્ડ અને ફોટાની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. 

તો ગતરોજ પ્રેમ લગ્ન કાયદા સંદર્ભે લાલજી પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી સર્વે સમાજની ચિંતત બેઠક અંગે પણ નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, પ્રેમ લગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી પણ ચોક્કસ પણે એવું માનું છું, કે જેના નીચે આપણે ૨૦, ૨૧ વર્ષ ના થયા છે. જેના ધાવણ નીચે ૨૫ વર્ષના થઈએ, જેને સહારો આપી મોટા કાર્ય હોય તેને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી. પ્રેમ કરવો સહજ છે. પ્રેમ થવો જોઈએ. મા બાપ ની મહદ અંશે મંજુરી હોય તો લગ્ન કરવા જોઈએ. કાયદામાં સુધારા એક પ્રક્રિયા છે. પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશે, ફેરબદલ થતી રહેશે, સરકારી મુદ્દો છે તેમ જણાવ્યું હતું. 

તેમણે વધુમાં કહ્યું કે, હુ સમયમાં અને કુદરતમાં ખૂબ માનું છે. મને ભરોસે અને વિશ્વાસ છે. યુવા પેઢી જે કામ કરે છે, એવો જોટો જમાવવો છે કે કોઈ તમારી સામે નજર ન કરે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news