'રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો...પોદરામાં સાંઠો ન રાખો', સંકલન સમિતિ પર પદ્મિનીબા લાલચોળ!

Loksabha Election 2024: આંદોલનના વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિને આડેહાથ લીધી હતી. ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ આંદોલનના વિરામની જાહેરાત મુદ્દે પોતાનું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

'રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો...પોદરામાં સાંઠો ન રાખો', સંકલન સમિતિ પર પદ્મિનીબા લાલચોળ!

ઝી બ્યુરો/રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ચાલતા પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન વિવાદનો ચૂંટણીના મતદાન બાદ અંત આવ્યો એવું લાગી રહ્યું હતું. કારણ કે ગઈકાલે (ગુરુવાર) ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આંદોલનના વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિને આડેહાથ લીધી હતી. ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ આંદોલનના વિરામની જાહેરાત મુદ્દે પોતાનું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

કરણસિંહ ચાવડાએ કોના કહેવાથી આ ડીસીઝન લીધું?: પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની જાહેરાત મુદ્દે કહ્યું કરણસિંહ ચાવડાએ કોના કહેવાથી આ ડીસીઝન લીધું? પોતાનું ડીસીઝન હોઈ તેવું લાગતું નથી. ક્ષત્રિય સમાજમાં વિરોધ હતો તો કોનો હતો? કરણસિંહ ડબલ બોલી રહ્યા છે. અગાઉ સંકલન સમિતિના સભ્ય પી ટી જાડેજાએ પણ ઓડિયો જાહેર કર્યો હતો. જેમાં સંકલન સમિતિના તૃપ્તિબા રાઓલ અંગે પી.ટી.જાડેજા બોલ્યા હતા. પરંતુ પી ટી.જાડેજા હવે ક્યાં છે?

આંદોલન એક રીતે જોઈએ તો નિષ્ફળ ગયું: પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ છે. બહેનો દીકરીઓનો હાથો બનાવી રાજકારણ કરી રહ્યા છો. ક્ષત્રિયોમાં 120 સંસ્થાઓ છે તો કઈ છે તે જાહેર કરો. રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો. પોદરામાં સાંઠો ન રાખો. પદ્મિનીબા વાળાએ કહ્યું કે ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે જોઈએ તો નિષ્ફળ ગયું.

સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી: પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળાએ એક મોટું નિવેદન આપીને પરશોત્તમ રૂપાલાને હાશકારો કરાવ્યો છે. પદ્મિનીબા વાળાએ કહ્યું રૂપાલાભાઈએ ચૂંટણી પછી નારી શક્તિની માફી માંગી જેથી અમે બહેનો દીકરીઓ પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ. સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી. પદ્મિનીબા વાળા અને મારી ટીમને સંકલન સમિતિએ હાથો જ બનાવ્યો. પરશોત્તમ રૂપાલાનું રાજીનામુ તો સંકલન સમિતિ લઈ ન શકી, હવે જો આંદોલન થાય તો ટીકીટ અને સત્તા માટેનું જ રહેશે. કરણસિંહ ચાવડા પણ ટિકિટો માટે જ કરતા એવું બોલી ગયા છે.

સામેથી બોલાવશે તો અમે મળવા જશું : પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલા ઇચ્છશે તો હું અને મારી નારી શક્તિની ટીમ રૂપાલાની મુલાકાત કરશે. સામેથી બોલાવશે તો અમે મળવા જઈશું. જયરાજસિંહ જાડેજાએ જે કર્યું હતું તે બરાબર હતું. સંકલન સમિતિએ પણ છેલ્લે એ જ કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news