Land grabbing: રણજીત સાગર ડેમના પટમાં લેન્ડ ગ્રેબિંગ, ભૂમાફિયા દ્રારા દરગાહ બનાવતાં તંત્રને રજૂઆત

જામનગર જિલ્લામાં આવેલા હર્ષદપુર અને નવા મોખાણા ગામની વચ્ચે રણજીત સાગર ડેમના પટમાં સરકારી જગ્યા પર કોઇ અસામાજિક તત્વો જળાશયની સરકારી જગ્યા પર લેન્ડ ગ્રેબિંગના ઇરાદા સાથે અવૈધ મજાર/દરગાહનું બાંધકામ કરી ''પંજુ પીર'' દરગાહ શરીફ તરીકેનું નામ આપી ગુનાહિત પ્રવૃતિ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. 

Land grabbing: રણજીત સાગર ડેમના પટમાં લેન્ડ ગ્રેબિંગ, ભૂમાફિયા દ્રારા દરગાહ બનાવતાં તંત્રને રજૂઆત

જામનગર: હાલના સમયમાં લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing) ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જામનગરમાં જમીનોને લગતા મુદ્દાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી લેન્ડ ગ્રેબિંગ સહિત અન્ય કેસો પણ સામે આવ્યા છે ત્યારે અવેધ કબ્જા હટાવો સંઘર્ષ સમિતી જામનગર દ્રારા રણજીત સાગર ડેમના પટમાં ગેરકાયદેસર મજાર/દરગાહને દૂર કરવા માટે જામનગર જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લામાં આવેલા હર્ષદપુર અને નવા મોખાણા ગામની વચ્ચે રણજીત સાગર ડેમના પટમાં સરકારી જગ્યા પર કોઇ અસામાજિક તત્વો જળાશયની સરકારી જગ્યા પર લેન્ડ ગ્રેબિંગના ઇરાદા સાથે અવૈધ મજાર/દરગાહનું બાંધકામ કરી ''પંજુ પીર'' દરગાહ શરીફ તરીકેનું નામ આપી ગુનાહિત પ્રવૃતિ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. 
No description available.
જળાશયો છલાકાયા: 30 ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૪૩ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં

ગુજરાતન પંચાયત અધિનિયમ અનુસાર જળાશય પર કોઇ પ્રકારનું ખાનગી બાંધકામ કરી શકાય નહી, તેમછતાં પણ ઉપરોક્ત જગ્યા પર કોઇ ભૂમાફિયા દ્રારા ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને જળાશયની અંદાજિત કુલ 10,000 થી 15,000 ચોરસ ફૂટથી વધુની જગ્યા પર બાંધકામ કર્યું છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે આવા બાંધકામ માટે સુપ્રીમ કોર્ટ દ્રારા પણ ઓર્ડર આપવામાં આવ્યો છે કે જળાશય પર કોઇપણ પ્રકારનું ખાનગી બાંધકામ કરવામાં આવ્યું હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જેને અનુસંધાને ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરે પણ તમામ જિલ્લા અધિકારીઓને સૂચનો આપવામાં આવેલા છે. જેથી લેન્ડ ગ્રેબિંગના આશયથી બાંધવામાં આવેલી ગેરકાયદેસરની દરગાહનું બાંધકામ કરનાર ઇસમો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી લેખિત રજૂઆત અવેધ કબ્જા હટાવો સંઘર્ષ સમિતી જામનગર દ્રારા કરવામાં આવી છે. 
No description available.
Gujarat Monsoon: ઉત્તર ગુજરાતીઓ માટે આજનો દિવસ આફત સમાન, ટોલ ફ્રી નંબર જાહેર

અવેધ કબ્જા હટાવો સંઘર્ષ સમિતી જામનગર દ્રારા ચિમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે 15 ઓગસ્ટ 2022 પહેલાં તાત્કાલિક હટાવવામાં નહી આવે તો સમસ્ય હિંદુ સમાજ દ્વારા અતિ ઉગ્ર શક્તિ પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે અને તેમની તમામ જવાબદારી તંત્રની રહેશે. આ અવૈધ બાંધકામ તાત્કાલિક પ્રભાવથી દૂર કરવામાં આવે છે અને જે ઇસમો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે તેમના વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે. 
No description available.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news