Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 55 ટકા મતદાન, જાણો કઈ લોકસભા પર સૌથી વધુ ક્યાં સૌથી ઓછું

Gujarat Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાતની પણ 25 બેઠકો પર આજે મતદાન. ભાજપ જાળવશે જીત કે પછી કોંગ્રેસ અને AAP ભેગા થઈને બોલાવશે સપાટો. પળેપળની લાઈવ અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....

Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 55 ટકા મતદાન, જાણો કઈ લોકસભા પર સૌથી વધુ ક્યાં સૌથી ઓછું
LIVE Blog

Gujarat Lok Sabha Chunav 2024: દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. સુરતની સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે.

રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ભાજપ છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજની નારાજગી ઝેલી રહ્યો છે. ત્યારે આ વખતે મતદાનમાં તેની અસર જોવા મળશે કે નહીં તે આવનારો સમય જ કહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

07 May 2024
17:51 PM

ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરોરાશ 55.22 ટકા મતદાન 

બેઠક 5 વાગ્યા સુધીની ટકાવારી
અમદાવાદ પૂર્વ 49.95%
અમદાવાદ પશ્ચિમ 50.29%
અમરેલી 45.59%
આણંદ 60.44%
બારડોલી 61.01%
ભરૂચ 63.56%
બનાસકાંઠા 64.48%
ભાવનગર 48.59%
છોટા ઉદેપુર 63.76%
દાહોદ 54.78%
ગાંધીનગર 55.65%
જામનગર 52.36%
જૂનાગઢ 53.84%
ખેડા બેઠક 53.83%
કચ્છ બેઠક 48.96%
મહેસાણા 55.23%
નવસારી 55.31%
પોરબંદર 46.51%
પંચમહાલ 53.99%
પાટણ 54.58%
રાજકોટ 54.29%
સાબરકાંઠા 58.82%
સુરેન્દ્રનગર 49.19%
વડોદરા 57.11%
વલસાડ 68.12%

 

 

ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બેઠક 5 વાગ્યા સુધીની ટકાવારી
વિજાપુર 59.47%
ખંભાત 59.90%
પોરબંદર 51.93%
વાઘોડિયા 63.75%
માણાવદર 48.45%
17:34 PM

રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન 
કચ્છમાં 48.96 ટકા મતદાન 
જૂનાગઢમાં 53.84 ટકા મતદાન 
અમદાવાદ પૂર્વ 49.95 ટકા મતદાન 
મહેસાણામાં 55.23 ટકા મતદાન 
આણંદમાં 60.44 ટકા મતદાન 
બનાસકાંઠામાં 64.48 ટકા મતદાન 
પાટણમાં 54.58 ટકા મતદાન 
સાબરકાંઠા 58.82 ટકા મતદાન 
ગાંધીનગરમાં 55.65 ટકા મતદાન 
અમદાવાદ પશ્ચિમ .50.29 ટકા મતદાન 
સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન 
રાજકોટથી 54.29 ટકા મતદાન 
પોરબંદરમાં 46.51 ટકા મતદાન 
જામનગરમાં 52.36 ટકા મતદાન 
અમરેલીમાં 45.59 ટકા મતદાન 
ભાવનગરમાં 48.59 ટકા મતદાન 
ખેડામાં 53.83 ટકા મતદાન 
પંચમહાલમાં 53.99 ટકા મતદાન 
દાહોદમાં 54.78 ટકા મતદાન 
વડોદરામાં 57.11 ટકા મતદાન 
છોટાઉદેપુરમાં 63.76 ટકા મતદાન 
ભરૂચમાં 63.56 ટકા મતદાન 
બારડોલીમાં 61.01 ટકા મતદાન 
નવસારીમાં 55.31 ટકા મતદાન 
વલસાડમાં 68.12 ટકા મતદાન

17:19 PM

Gujarat Lok Sabha Election Live: કચ્છ લોકસભા બેઠક પર સવારે 7થી સાંજના 5 વાગ્યા સુધી 48.96 ટકા મતદાન

અબડાસા વિધાનસભા બેઠક : 44.34 ટકા

માંડવી વિધાનસભા બેઠક: 56.03 ટકા

ભુજ વિધાનસભા બેઠક: 52.90 ટકા

અંજાર વિધાનસભા બેઠક: 53.61 ટકા

ગાંધીધામ વિધાનસભા બેઠક: 41.01 ટકા

રાપર વિધાનસભા બેઠક : 42.68 ટકા

મોરબી વિધાનસભા બેઠક: 52.25 ટકા

17:17 PM

Gujarat Lok Sabha Election Live : બોગસ વોટિંગમાં ગેનીબેન ઠાકારે યુવકને લમધાર્યા

 

16:53 PM

Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 5 વાગ્યા સુધી 53 ટકા મતદાન, મતદાન વધારવા ધમપછાડા પણ ઘટ્યું મતદાન

 

16:52 PM

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બેઠક 3 વાગ્યા સુધીની ટકાવારી
વિજાપુર 50.53%
ખંભાત 49.83%
પોરબંદર 41.03%
વાઘોડિયા 52.76%
માણાવદર 40.09%

 

 

ગુજરાતની લોકસભાની બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બેઠક 3 વાગ્યા સુધીની ટકાવારી
અમદાવાદ પૂર્વ 43.55%
અમદાવાદ પશ્ચિમ 42.21%
અમરેલી 37.82%
આણંદ 52.49%
બારડોલી 51.97%
ભરૂચ 54.90%
બનાસકાંઠા 55.74%
ભાવનગર 40.96%
છોટા ઉદેપુર 54.24%
દાહોદ 46.97%
ગાંધીનગર 48.99%
જામનગર 42.52%
જૂનાગઢ 44.47%
ખેડા બેઠક 46.11%
કચ્છ બેઠક 41.18%
મહેસાણા 48.15%
નવસારી 48.03%
પોરબંદર 37.96%
પંચમહાલ 45.75%
પાટણ 46.69%
રાજકોટ 46.47%
સાબરકાંઠા 50.36%
સુરેન્દ્રનગર 40.93%
વડોદરા 48.48%
વલસાડ 58.05%
15:46 PM

Gujarat Lok Sabha Election Live: પરેશ ધાનાણીએ કરી Tweet..

 

 

15:44 PM

LokSabha Election 2024 : 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં થયેલ મતદાનના આંકડા, જુઓ વિગતવાર

 

13:04 PM

શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન

 

13:03 PM

સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તરફી મતદાન થઇ રહ્યું છે 

અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ એ કર્યું મતદાન 

રાજપુર ગુજરાતી શાળા નંબર 8માં આપ્યો મત 

મતદાન બાદ હિંમતસિંહ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા 

સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તરફી મતદાન થઇ રહ્યું છે 

2014 થી 2024 સુધીના ભાજપના સાશનમાં અનેક પ્રશ્નોથી લોકો ત્રસ્ત છે, દુઃખી છે 

જેના કારણે લોકો મતદાનથી અલગ રહી રહ્યા હોય એમ લાગે છે 

ભાજપે તંત્રના દુરુપયોગથી ગુનેગારોને છૂટોદોર આપ્યો છે, 

હિસ્ટ્રીશીટરો અમારા બુથોમાં લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે 

અમે ચૂંટણી કમિશનર અને પોલીસ કમિશ્ર્નરને આ અંગે લેખિતમાં ફરિયાદ આપી છે.

13:01 PM

યુવાનો ને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે અંદાજીત 104 વર્ષની વૃદ્ધ મહિલાએ કર્યું મતદાન.. 

લુણાવાડા તાલુકાના સુતારી ગામે 104 વર્ષીય વૃદ્ધ મહિલા એ મતદાન મથક જઈ કર્યું મતદાન..

હિટવેવ ની આગાહીની વચ્ચે મતદાન મથક સુધી પહોંચી વૃદ્ધાએ કર્યું મતદાન..

સુતારી ગામેથી 2 કિમી દૂર આવેલ સેનાદરિયા ગોરાડા ગામે કર્યું મતદાન.. 

બપોરે 12 કલાકે ભર તાપ માં વૃદ્ધ મહિલાએ મતદાન કરી અન્ય લોકોને મતદાન કરવા આપી શીખ..

અગમ્ય કારણો સર બેલેટ પેપરથી મતદાન ન કરી શકતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા કર્યું મતદાન.

12:40 PM

"Gujarat Lok Sabha Election Live: પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ..

વહેલી સવારથી એકપણ મતદાતાએ મત ન આપ્યો

ગામમાં 350 મતદારો છે અને એક જ બૂથ છે

ગ્રામ પંચાયત વિભાજન અને રોડ રસ્તાનાં કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર..

વડગામ TDO સહિત વહીવટી તંત્રએ ગામલોકોને સમજાવવાનો કરી રહ્યા છે પ્રયત્નો....

12:09 PM
મતદાન ટકાવારી
અમદાવાદ પૂર્વ 21.64%
અમદાવાદ પશ્ચિમ 21.15%
અમરેલી 21.89%
આણંદ 26.88%
બનાસકાંઠા 30.27%
બારડોલી 27.77%
ભરૂચ 27.52%
ભાવનગર 22.33%
છોટા ઉદેપુર 26.58%
દાહોદ 26.35%
ગાંધીનગર 25.67%
જામનગર 20.85%
જૂનાગઢ 23.32%
કચ્છ 23.32%
ખેડા 23.76%
મહેસાણા 24.82%
નવસારી 23.25%
પંચમહાલ 23.28%
પાટણ 23.53%
પોરબંદર 19.83%
રાજકોટ 24.56%
સાબરકાંઠા 27.50%
સુરેન્દ્રનગર 22.76%
વડોદરા 20.77%
વલસાડ 28.71%
12:08 PM

Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 12 વાગ્યા સુધી સરેરાશ 31 ટકા મતદાન, જોઈ લો વીડિયો

 

11:47 AM

Gujarat Lok Sabha Election Live: કચ્છ લોકસભા બેઠક પર 7થી 11 વાગ્યા સુધી 23.22 ટકા મતદાન

અબડાસા વિધાનસભા બેઠક : 26.12 ટકા

માંડવી વિધાનસભા બેઠક: 24.83 ટકા

ભુજ વિધાનસભા બેઠક: 25.14 ટકા

અંજાર વિધાનસભા બેઠક: 24.13 ટકા

ગાંધીધામ વિધાનસભા બેઠક: 18.61 ટકા

રાપર વિધાનસભા બેઠક : 20.40 ટકા

મોરબી વિધાનસભા બેઠક: 23.75 ટકા

11:46 AM

Gujarat Lok Sabha Election Live: કચ્છ લોકસભા બેઠક પર 7થી 11 વાગ્યા સુધી 23.22 ટકા મતદાન

અબડાસા વિધાનસભા બેઠક : 26.12 ટકા

માંડવી વિધાનસભા બેઠક: 24.83 ટકા

ભુજ વિધાનસભા બેઠક: 25.14 ટકા

અંજાર વિધાનસભા બેઠક: 24.13 ટકા

ગાંધીધામ વિધાનસભા બેઠક: 18.61 ટકા

રાપર વિધાનસભા બેઠક : 20.40 ટકા

મોરબી વિધાનસભા બેઠક: 23.75 ટકા

11:36 AM

Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 11 વાગ્યા સુધી સરેરાશ 24.35 ટકા મતદાન

 

11:34 AM

ગુજરાતમાં સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં

વાવ :- 30.28
થરાદ :- 33.62
ધાનેરા :- 29.57
દાંતા :- 33.18
પાલનપુર :- 26.08
ડીસા :- 27.86
દિયોદર :- 31.47

કુલ મતદાન :-
સમય :- 7:00 થી 11:00 સુધી :- 30.28 %

11:32 AM

પાટણની શાંતિ નિકેતન સ્કૂલમાં ભાજપ-કોંગ્રેસના એજન્ટ આમને સામને

ઉત્તર ગુજરાતમાં 5 સીટ પર શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન, પાટણની શાંતિ નિકેતન સ્કૂલમાં ભાજપ-કોંગ્રેસના એજન્ટ આમને સામને, માહોલ ગરમાયો, કહ્યું- વધારે હોશિયારી કરીશ તો ફીટ કરી નાખીશ

11:28 AM

Gujarat Lok Sabha Election Live: ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવાયું

 

- વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

- વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે 

- ચૂંટણી પંચને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે

- ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા

- કેસરી ખેસ કરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ 

- હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ

11:14 AM

Gujarat Lok Sabha Election Live: ઉપલેટામાં એનઆરઆઈ દંપતી દ્વારા મતદાન

લોકસભાનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન ચાલુ છે ત્યારે ઉપલેટામાં એનઆરઆઈ દંપતી દ્વારા મતદાન કરાયું

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરીટોસ સીટીમાં રહેતા ઉપલેટાના વૃદ્ધ દંપતિએ મ્યુનિ. વિવિધલક્ષી વિનય મંદિર હાઈસ્કુલ ખાતે મતદાન કર્યું

એન.આર.આઈ. જીવાભાઈ સોલંકી અને રૂપીબેન સોલંકી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો

ચૂંટણી વખતે અવશ્ય મતદાન કરવા માટે ખાસ પોતાના વતન ઉપલેટા મતદાન કરવા માટે આવે છે 

આ વૃદ્ધ દંપતિના પુત્ર નરેશ સોલંકી સેરીટોસ સિટીના તાજેતરમાં ત્રીજી વખત મેયર બન્યા છે

વધુમાં વધુ મતદાન કરવા માટે પણ લોકોને સંદેશો આપ્યો

11:02 AM

Gujarat Lok Sabha Election Live : મત આપતો વીડિયો બનાવ્યો તો કાર્યવાહી

આજરોજ તા.૦૭/૦પ/ર૦ર૪ નાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણી–ર૦ર૪ માં સમાવિષ્ટ ૯૦–સોમનાથ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.૭૭, વેરાવળ–૧૭, ઘી વાલા સ્કુલ, રૂમ નં.ર, ડાભોર રોડ, વેરાવળના મતદાન મથક ઉપર અજાણ્યા શખ્સે મતદાન કરતી વખતે બેલેટ યુનિટ તથા વીવીપેટ યુનિટના મોબાઈલમાં વિડીયો બનાવી વિડીયો વાઈરલ કરેલ હોય, જે વાયરલ કરેલ વિડીયો અન્વયે મતદાન મથક નં.૭૭ ના પ્રીસાઈડીંગ ઓફિસર ધ્વારા પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટીને પોલીસ ફરિયાદ કરતાં પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટી ધ્વારા વિડીયો બનાવનાર ઈસમની તપાસ કરી વિડીયો બનાવનાર ઈસમને પકડી અને તેઓની સામે ફરિયાદ દાખલ કરી અને હાર્દિક ઝાલા નામના વિડીયો બનાવનાર શખ્સની અટકાયત કરી અને જાહેરનામા ભંગ બદલ કલમ 188  અને RP એક્ટ કલમ 128 મુજબ કાયદેસરની ધોરણસરની આગળની કાર્યવાહી કરેલ છે.

10:54 AM

Gujarat Lok Sabha Election Live : ગુજરાતમાં મતદાન માટે સાધુ સંતોએ પણ લાઈનો લગાવી

 

10:51 AM

ક્ષત્રિયોના આંદોલનની મતદાન પર કોઈ અસર નહીં, તે 'ચેપટર' પૂરું થઇ ગયું છે: વજુભાઈ વાળા

 

10:10 AM

Gujarat Lok Sabha Election Live : ગુજરાતની કઈ બેઠક પર કેટલું મતદાન, જોઈ લો આ વીડિયો

 

10:09 AM

Gujarat Lok Sabha Election Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન....

 

10:06 AM

Gujarat Lok Sabha Election Live:  આપણને સહજતાથી મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ: સી.આર.પાટીલ

 

10:04 AM

Gujarat Lok Sabha Election Live:  ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન

ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં 9.87 ટકા મતદાન

8 વાગ્યા સુધીમાં 8% મતદાન

  • અમદાવાદ પૂર્વ   11.00
  • અમદાવાદ પશ્ચિમ 10.00
  • અમરેલી           11.00
  • આણંદ             10.00
  • બારડોલી          10.00
  • ભરૂચ              12.00
  • બનાસકાંઠા       11.00
  • ભાવનગર         10.00
  • છોટા ઉદેપુર       08.00
  • દાહોદ             07.00
  • ગાંધીનગર         06.00
  • જામનગર          08.00
  • જૂનાગઢ           06.00
  • ખેડા               08.00
  • કચ્છ                 07.00
  • મહેસાણા          08.00
  • નવસારી          08.00
  • પોરબંદર          08.00
  • પંચમહાલ         07.00
  • પાટણ             07.00
  • રાજકોટ            08.00
  • સાબરકાંઠા          08.00
  • સુરેન્દ્રનગર         07.00
  • વડોદરા           07.00
  • વલસાડ           08.00
10:02 AM

Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 માંથી 25 સીટો ઉપર ભાજપ આવશે, અમિત શાહ

એક એવી સરકાર જોઈએ જે ભ્રષ્ટાચાર વિરોધી હોય 

વિકસિત ભારત બનાવવા ઈચ્છતી હોય 

ભારતને નંબર વન બનાવવા માંગતી હોય 

ગુજરાતમાં ઉત્સાહ વર્ધક મતદાન છે 

આજે જ્યાં પણ મતદાન છે ત્યાં બધાજ નાગરિકો મતદાન કરશે 

ગરીબીથી મુક્ત ભારત બનાવશે

આજે હું તમામ દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું 

ગુજરાતની 25 માંથી 25 સીટો ઉપર ભાજપ આવશે

 

09:59 AM

Gujarat Lok Sabha Election Live: 2024 લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ 

અમરેલી લોકસભા બેઠક પર સવારના 7 થી 9 સુધીના 9.13 ટકા મતદાન થયું 

ધારીમાં               8 . 60 ટકા 
અમરેલીમાં         8.65
લાઠીમાં            9.18
સાવરકુંડલામાં   8.48
રાજુલામાં         10.21
મહુવામાં            9.04
ગારીયાધાર માં 9.83 મતદાન થયું

09:55 AM

Gujarat Lok Sabha Election Live: વિકસિત ભારત બનાવવા માટે મતદાન કરજો, અમિત ભાઈ શાહની અપીલ

 

09:51 AM

Gujarat Lok Sabha Election Live: ૧૨-જામનગર લોકસભા બેઠક પર પ્રથમ બે કલાકમાં (સવારના ૭થી૯) વાગ્યા સુધીમાં કુલ ૮.૫૫% મતદાન  

જામનગર તા.૭ મે, ૧૨-જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ ૮.૫૫% મતદાન નોંધાયું છે.  વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ૧૧.૮૬%, ૭૭- જમનગર ગ્રામ્યમાં ૯.૬૦%, ૭૮- જામનગર ઉત્તરમાં ૮.૧૨%, ૭૯-જામનગર દક્ષિણમાં ૭.૪૯%, ૮૦-જામજોધપુરમાં ૯.૭૪%, ૮૧-ખંભાળીયામાં ૭.૭૫% અને ૮૨-દ્વારકામાં ૬.૧૭% મતદાન નોંધાયું છે.

09:49 AM

દેશમાં 9 વાગ્યા સુધી સરેરાશ 10.57 ટકા મતદાન

 

09:44 AM

Gujarat Lok Sabha Election Live : વલસાડ લોકસભા બેઠક ઉપર પ્રથમ 2 કલાકમાં થયેલું મતદાન 

સૌથી વધુ મતદાન ડાંગ અને વાંસદા બેઠક પર મતદાન નોંધાયું 

વહેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું મતદાન

ડાંગ.        16.59%
ધરમપુર.  10.71%
કપરાડા     10.14%
પારડી.      11.32%
ઉમરગામ.   9.78%
વલસાડ.     10.09%
વાંસદા.       14.11%

કુલ મતદાન 11.65 મતદાન નોંધાયું

09:43 AM

કચ્છ લોકસભા બેઠક પર 7થી 9 વાગ્યા સુધી 8.79 ટકા મતદાન

અબડાસા વિધાનસભા બેઠક : 5.54 ટકા

માંડવી વિધાનસભા બેઠક: 10.31 ટકા

ભુજ વિધાનસભા બેઠક: 10.80 ટકા

અંજાર વિધાનસભા બેઠક: 10.55 ટકા

ગાંધીધામ વિધાનસભા બેઠક: 7.15 ટકા

રાપર વિધાનસભા બેઠક : 6.43 ટકા

મોરબી વિધાનસભા બેઠક: 10.40 ટકા

09:26 AM

Gujarat Lok Sabha Election Live:  વડોદરા લોકસભા અને વિધાનસભામાં મતદાનને લઈ અનેરો ઉત્સાહ

છેલ્લા બે કલાકમાં મતદારો એ જંગી મતદાન કર્યું

વડોદરા લોકસભાનું 10.64 ટકા મતદાન

વાઘોડિયા વિધાનસભા નું 9.73 ટકા મતદાન

09:17 AM

Gujarat Lok Sabha Election Live:  ગુજરાતમાં અઢી કલાકમાં 20 ટકા મતદાન

અઢી કલાકમાં બમ્પર વોટિંગ, સવારથી જ મતદારોએ લાઈનો લગાવી, ક્ષત્રિય આંદોલન અને ગરમી બે ફેક્ટર, ગુજરાતમાં 25 સીટો માટે થઈ રહ્યું છે મતદાન, કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની બુમરાણ વચ્ચે પણ લોકોએ લાઈનો લગાવી

09:16 AM

Gujarat Lok Sabha Election Live: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા કામેશ્વર મહાદેવના મંદિરે

 

09:10 AM

Gujarat Lok Sabha Election Live: દેશના ગૃહમંત્રીનું પરિવાર સાથે મતદાન

 

09:09 AM

Gujarat Lok Sabha Election Live:  દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું મતદાન

 

09:00 AM

Gujarat Lok Sabha Election Live: ભુજની 19 વર્ષીય રિશીતા મતદાન માટે મુંબઈથી ફ્લાઈટમાં આવી

ભુજની 19 વર્ષીય રિશીતા જે ગોરે આજે મુંબઈથી ભુજ ફલાઇટ આવી  પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપ્યું હતું. મહત્વની વાત એ રહી કે રિશીતા મતદાન માટે ખાસ મુંબઈથી ભુજ ફ્લાઇટ દ્વારા આવી પહોંચી હતી. મતદાન બાદ તેણે યુવા લોકોને ખાસ મતદાન કરવા અપીલ કરી હતી.

08:58 AM

Gujarat Lok Sabha Election Live : સીએમ ભૂપેન્દ્ર પટેલના દીકરાએ પણ આપ્યો મત

 

08:56 AM

Gujarat Lok Sabha Election Live:  ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લાઈનમાં ઉભા રહી કર્યું મતદાન

 

08:55 AM

Gujarat Lok Sabha Election Live: સૌરાષ્ટ્રની 8 બેઠકો માટે મતદાન કેન્દ્રો પર લાઈનો લાગી

ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. મતદાનના આકે કલાક પહેલા એટલે કે સવારના 6 વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી.

08:27 AM

"Gujarat Lok Sabha Election Live:  ક્ષત્રિયોએ સ્ટ્રેટેજી બદલી?:રાજકોટ, જામનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે લાઈનો લાગી 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનો વિરોધ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજને લઈને આપવામાં નિવેદન બાદ સતત ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ટિકિટ ભાજપે રદ ન કરતાં ક્ષત્રિય સમાજે અનેક મહાસંમેલનોનું આયોજન થયા અને સતત તેઓ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.  ગુજરાતની રાજકોટ, જામનગર સહિત 9 સીટો પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને આ 9 સીટ પર અસર કરવાનો દાવો પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 

08:24 AM

Gujarat Lok Sabha Election Live: જાણી લો કઈ બેઠક પર થયું કેટલું મતદાન

08:22 AM

Gujarat Lok Sabha Election Live: ઈલેક્શન કમિશનની સરાહનીય કામગીરી

 

08:21 AM

LokSabha Election 2024 : ZEE 24 કલાક પર જુઓ મતનો મહાસંગ્રામ લાઈવ... આનંદીબેન પહોંચ્યા

 

08:19 AM

Gujarat Lok Sabha Election Live: બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કર્યું મતદાન

બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારે કર્યું મતદાન.

ડો.રેખાબેન ચૌધરીએ પાલનપુરની આદર્શ સ્કૂલમાં પહોંચી કતારમાં ઉભા રહી કર્યું મતદાન.

રેખાબેન ચૉધરીની સાથે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ કર્યું મતદાન

08:18 AM

Gujarat Lok Sabha Election Live: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું પરીવાર સાથે મતદાન

વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પરીવાર સાથે મતદાન કર્યુ,

વિંછીયા ખાતે આવેલ કેન્યા શાળા ખાતે મતદાન કર્યુ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખતે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે,

મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ લોકસભામાં ભાજપનો ભવ્યવિજયની આગાહી કરી

Trending news