અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાને

Loksabha Election 2024: ભાજપ દ્વારા ગઈકાલે એક પ્રેસનોટ જાહેર કરાઈ હતી, જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ માફી આપવાની વાત કરી છે. જોકે, સંકલન સમિતિએ આ મામલે સાફ ઈન્કાર કરી દીધો હતો. હવે રૂપાલા હવે ચૂંટણી નહીં લડે તો પણ અમે માફ નહીં કરે એવી પ્રતિક્રિયા આવી હતી. એટલા માટે જ ભાજપે છેલ્લી ઘડીએ સંતોને પણ આ મામલે મેદાને ઉતાર્યા છે. 

અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાને

Parshottam Rupala : ગુજરાતમાં લોકસભાની લડાઈ હવે અસ્મિતાની લડાઈ બની ગઈ છે. ભાજપ અને ક્ષત્રિયો માટે આ વટનો સવાલ બની ગઈ છે. ક્ષત્રિયો કોઈ પણ મામલે ઝૂકવાના મૂડમાં ન હોવાથી ભાજપે શામ-દામ દંડ ભેદ તમામ ઉપાયો અજમાવી લીધા છે. હવે 24 કલાક પણ બાકી નથી ત્યાં ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી. રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત્ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. 

ક્ષત્રિય સમાજ દ્વારા રેલી, ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજીને ભાજપને ટેન્શનમાં મૂકી દીધું છે. આ વચ્ચે ભાજપ દ્વારા ગઈકાલે એક પ્રેસનોટ જાહેર કરાઈ હતી, જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ માફી આપવાની વાત કરી છે. જોકે, સંકલન સમિતિએ આ મામલે સાફ ઈન્કાર કરી દીધો હતો. હવે રૂપાલા હવે ચૂંટણી નહીં લડે તો પણ અમે માફ નહીં કરે એવી પ્રતિક્રિયા આવી હતી. એટલા માટે જ ભાજપે છેલ્લી ઘડીએ સંતોને પણ આ મામલે મેદાને ઉતાર્યા છે. 

ક્ષત્રિયો રૂપાલાને માફ કરવા તૈયાર નથીઃ
ગઈકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, 'ભાજપના ક્ષત્રિય નેતાઓ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યા ત્યારે આ ક્ષત્રિય નેતાઓ ક્યાં હતા? અને અમને સૌથી વધારે એ વાતનું દુઃખ છે કે આવા સમયે સમાજનો સાથ દેવા ભાજપના એકપણ ક્ષત્રિય નેતાઓ આગળ ન આવ્યા. 

મનામણા માટે ભાજપે આકાશ-પાતાળ એક કર્યાંઃ
રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થયો છે. રામપુરા ગામમાં હાર્દિક પટેલ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ક્ષત્રિયો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ હાર્દિક પટેલને ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આવું જ કઈક પાટણ જિલ્લાનું સરસ્વતી તાલુકાના ચારુપ ગામ બન્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પોતાના જ ગામ સભામાં ક્ષત્રિયોના રોષનો ભોગ બનવુ પડ્યું હતું.

ગુજરાતમાં 7 બેઠકો પર ક્ષત્રિય સમાજનું અસ્તિત્વઃ 
ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રેસનોટ જારી કરીને રાજપૂત સમાજના લોકોને રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરાઈ હતી. પ્રેસનોટમાં 'ક્ષમા વીરસ્ય ભૂષણમ'ના ક્ષાત્રધર્મનું પાલન કરવાની પણ અપીલો કરાઈ હતી. હવે આ મામલે 7મીએ શું થાય છે એ તો આગામી સમય જ બતાવશે. હવે આ લડાઈમાં ભાજપે કઈ રીતે ઓછું નુક્સાન થાય તેના પ્લાનિંગો શરૂ કરી દીધા છે.  ગુજરાતમાં 7 બેઠકો પર ક્ષત્રિય સમાજનું અસ્તિત્વ છે. આ બેઠકો પર કઈ રીતે નુક્સાન ઘટે એ માટે ભાજપને સંગઠનને કામે લગાડી દીધું છે. 

કરણસિંહ ચાવડાએ કહ્યું કે, સરકારે અમારી અસ્મિતાને યોગ્ય પ્રત્યુતર આપ્યો નથી. એટલે તમે એવું ન માની લો કે લોકસભા સુધી. જો લોકસભામાં અમે 8 થી 12 બેઠકો પર ડેમેજ કરતા હોઈએ. તો તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં શું સ્થિતિ થશે તે ભાજપ સારી રીતે જાણે છે. એટલા માટે ભાજપ દરરોજ નવા નવા કીમિયા લાવશે. ભાજપની માફી અમને સ્વીકાર્ય નથી. ભાજપ ગુજરાતમાં 10 બેઠકો પર અમે અસર કરીશું.  હવે આગામી સમય જ બતાવશે કે આ વિવાદથી ભાજપને નુક્સાન જાય છે કે સાંગોપાંગ પાર ઉતરી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news