'રાજા મહારાજાઓ માત્ર ક્ષત્રિયો જ નહોતા અનેક સમાજે રાજ સત્તા ભોગવી, પાટીદારો સાથે છે આત્મીયતાનો સંબંધ'

શક્તિસિહ ગોહિલે પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે જણાવ્યું છે કે આજે રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના દિકરા તરીકે કહી રહ્યો છું. સમાજની કેટલીક બહેનો દિકરીઓએ જોહર કરવાની વાત કરી છે. મારી બહેનો દિકરીઓની લાગણીને હું સલામ કરું છું.

'રાજા મહારાજાઓ માત્ર ક્ષત્રિયો જ નહોતા અનેક સમાજે રાજ સત્તા ભોગવી, પાટીદારો સાથે છે આત્મીયતાનો સંબંધ'

Loksabha Election 2024: ગુજરાત લોકસભા ચુંટણીનો જંગ હવે જામી રહ્યો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ સતત વિવાદ વધી રહ્યો છે. આજે રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વિરોધ સાથે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉગ્ર બની હતી. હવે આ વિવાદમાં કોંગ્રેસ કૂદી છે. પરેશ ધાનાણીના નિવેદન બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

ઇતિહાસના પાના ઉથલાવો અને જુઓ કે જોહર ક્યારે થાય: શક્તિસિંહ
શક્તિસિહ ગોહિલે પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે જણાવ્યું છે કે આજે રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના દિકરા તરીકે કહી રહ્યો છું. સમાજની કેટલીક બહેનો દિકરીઓએ જોહર કરવાની વાત કરી છે. મારી બહેનો દિકરીઓની લાગણીને હું સલામ કરું છું. ઇતિહાસના પાના ઉથલાવો અને જુઓ કે જોહર ક્યારે થાય. જ્યારે સમાજનો કોઇ પણ પુરુષ લડવાની ક્ષમતામાં ન હોય ત્યારે  જોહર કરી સ્વમાનભેર પોતાના સિધ્ધાંતોને જાળવવા માટે છેલ્લો ઉપાય છે. લડવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય, સિદ્ધાંત માટે શહીદી વ્હોરવાની ક્ષમતા હોય, ત્યાં સુધી ક્યારેય બહેનોએ જોહર કર્યો નથી. જોહર કરવાની વાત આપણે આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ. 

રાજપુતો સિવાય પણ અનેક સમાજે રાજ સત્તા ભોગવી: શક્તિસિંહ
શક્તિસિહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસ અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૌથી મોટું પાપ એટલે ઇશ્વરે આપેલા જીવને છોડવાની વાત છે. રાજા મહારાજાઓ માત્ર ક્ષત્રિયો જ નહોતા, રાજપુતો સિવાય પણ અનેક સમાજે રાજ સત્તા ભોગવી છે. આદિવાસી, ઠાકોર, કોળી, કારડીયા અને કેટલાક પાટીદારોએ પણ શાસન કર્યું છે. રાજ સત્તા ભોગવનાર કોઇ સમાજે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. જે શબ્દો બોલાયા તે આધાત જનક છે, તેના માટે જરૂર લડાઇ કરીએ. સવાલ અસ્મિતા અને સ્વાભિમાનનો છે, એક વ્યક્તિ દ્વારા બોલાયેલ શબ્દનો છે. એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક નિર્ણય કર્યો હોત તો આ પરિસ્થિતિ ન હોત. પક્ષે નિર્ણય ન કરી પરિસ્થિતિને વધારે વણસાવી છે.

પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે હંમેશાં આત્મીયતાનો સંબંધ રહ્યો છે: શક્તિસિંહ
તેમણે ઉમેર્યું હતું કે, રક્ષયતે ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિય કોમવાદી નહીં સિધ્ધાત વાદી રહ્યા છે. તમામ વર્ગ ધર્મ જ્ઞાતીનો વિશ્વાસ આપણી પર રહ્યો તેને ટકાવી રાખવાનો છે. કેટલાક મિત્રોએ સમાજ સમાજ વિરુદ્ધ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને વિનંતી છે કે આ પ્રકારની ચેષ્ઠા ના કરે. ગામાડામાં તમામ જ્ઞાતી એક પરિવારની જેમ જીવે છે. પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે હંમેશાં આત્મીયતાનો સંબંધ રહ્યો છે. લગ્ન માટે વેલ જાય અને આવે ત્યારે ઉતારો પાટીદારના ઘરે હોય. જવતલીયા ભાઇ બંને અને દિકરીના મામા મોસાળ હોય. આ સંબંધોને કાળી ટીલી ન લાગે એની આપણે ચિંતા કરવાની છે. 

સમાજની બહેનો દિકરીઓ જોહરની વાત ન કરે: શક્તિસિંહ
શક્તિસિંહે જણાવ્યું કે, હું હાલ રાજકારણ નથી કરતો, ભાવનાની બાબતો રાજકારણથી ઉપર છે. રાજકીય લાભ માટે કોઇને નુકસાનની વાત કરી નથી. સમાજની બહેનો દિકરીઓ જોહરની વાત ન કરે. જોહરની સ્થિતિ ત્યારે આવે જ્યારે તમામ માર્ગો બંધ થાય. જ્યારે પુરુષ જીવતો ત્યારે મહિલા શીયળ બચાવવા અંતિમ પગલુ જોહરનું ભરે. જે શબ્દો બોલાયા તેનાથી તમામ સમાજને દુ:ખ થયું છે. જેની સામે સંયમ પુર્વક લોકશાહી ઢબે આપણી વાત રાખીએ. હું સામાજિક વ્યક્તિ તરીકે આંદોલનને ટેકો આપવાની તમામ સમાજનો આભાર માનું છું. બોલાયેલા શબ્દો આપણા પૂર્વજો અને સંસ્કૃતિનું અપમાન છે.

ધાનાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો 
નોંધનીય છે કે, ગુજરાત લોકસભા ચુંટણીનો જંગ હવે જામી રહ્યો છે. પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બહેન દીકરીઓને જોહરની જાહેરાત કરવી પડે તો પણ આ ભાજપનો અહંકાર ઓછો થતો નથી. ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ લડાઈ વ્યક્તિ સામેની નથી ભાજપની વિચાર ધારા સામે છે. તેમણે વધુમાં અમરેલીના રાજુલા જાફરાબાદ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ને પણ આડેહાથ લીધા હતા. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અમરીશ ડેરને ટોણો મારતા કહ્યું કે મે બે વઢીયારાઓને 2019માં ધોહરે જોડીયા હતા. જેમાંનો એક ભાગી ગયો, ને એક રહ્યો છે. આ દેશમાં રોટી માટે બેટી માટે લડતા જ શહીદ થાય છે કે પછી ક્ષત્રાણીઓ જોહર કરતી હતી અને તમારી દીકરીને જોહર ન કરવી પડે તે માટેની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news