Vibrant Gujarat 2019 - ખાસ મહેમાનો માટે લક્ઝુરિયસ કારમાં મૂકાશે ખાસ સુવિધાઓ...
રાજ્યમાં આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર, 100 થી વધારે દેશોના 2700થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેશે. આ પ્રંસગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. હાલ મહાત્મા મંદિરમાં આ સમિટને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતને લઇ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 20થી વધુ દેશો માટે આમંત્રિત મહેમાનો માટે એરપોર્ટ પર 150 ગાડીનો કાફલો રાખવામાં આવશે. આ તમામ મહેમાનો માટે એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી કારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અમદાવાદ એરપોર્ટને દુલ્હનની જેમ શણગારાશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર, 100 થી વધારે દેશોના 2700થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેશે. આ પ્રંસગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. હાલ મહાત્મા મંદિરમાં આ સમિટને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતને લઇ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 20થી વધુ દેશો માટે આમંત્રિત મહેમાનો માટે એરપોર્ટ પર 150 ગાડીનો કાફલો રાખવામાં આવશે. આ તમામ મહેમાનો માટે એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી કારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અમદાવાદ એરપોર્ટને દુલ્હનની જેમ શણગારાશે.
Video : અધધધ વધ્યો ઊંધિયાનો ભાવ, તો પણ ખાવાનું તો ખરું જ...!!
લક્ઝુરિયસ કારનો કાફલો મૂકાશે
ગુજરાતના પાટનગરમાં આયોજીત વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટમાં ભારત સહિત 20થી વધુ દેશોમાંથી મહાનુભાવો ગુજરાત આવશે. ત્યારે આમંત્રિતો માટે એરપોર્ટથી લઇને હોટલ, મહાત્મા મંદિર સુધી લાવવા લઇ જવા માટે લક્ઝુરિયસ કારનો કાફલો તૈયાર કરવામાં આવ્યો. 150 જેટલી લક્ઝુરિયસ કારની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં BMW, જગુઆર, મર્સિડીસનો સમાવેશ થાય છે. આમંત્રિતોના ટ્રાન્સપોર્ટટેશન માટે લગભગ 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે જ ડેલિગેશન, વિવિધ કંપનીઓના CEO સહિતના મહાનુભાવો માટે ઇનોવા, કોરોલા જેવી બ્રાન્ડ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોટોકોલ ગાઇડલાઇન મુજબ મહાનુભાવોને કારની ફાળવણી કરવામાં આવશે.
દરેક કારમાં ખાસ સુવિધા
મહેમાનો માટે ખાસ મંગાવાયેલી આ લક્ઝુરિયસ કારમાં પણ ખાસ સુવિધા મૂકવામા આવશે. મહેમાનોની કારમાં પાણીની વ્યવસ્થા સહિત ન્યૂઝ પેપર, મેગેઝીન, હેરિટેજ અમદાવાદ અને ગુજરાતના સ્થાપત્યો, ઉદ્યોગિક વિકાસ સહિતની અનેક માહિતીસભર વાંચનસામગ્રી પણ મૂકવામાં આવશે. તે સાથે જ 10 ભાષાના જાણાકારો આમંત્રિત મહેમાનોની સાથે રહેશે. આમંત્રિતોને ભાષાની મુશ્કેલી ન પડે તે માટે 150 દુભાષિયા ખડેપગે રહેશે.
એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી
વાયબ્રન્ટ સમિટ દરમિયાન વિદેશથી આવતા મહાનુભાવોને એરપોર્ટ ખાતે જ વાયબ્રન્ટ ગુજરાતીની ઝાંખી જોવા મળશે. એરપોર્ટ બ્યુટીફિકેશન, વિદેશી મુલાકાતીઓની સરભરા અને ગુજરાતી લોક જીવનની ઝાંખી માટે ખાસ વ્યવસ્થા કરાશે.
વાઈબ્રન્ટને લઈને ઊત્તરાયણ પર પ્રતિબંધ
વાઇબ્રન્ટ ગુજરાતને લઇને ગાંધીનગરમાં વીવીઆઇપી મુવમેન્ટ થવાની છે. વીવીઆઇપીની સુરક્ષાના કારણે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. વાઇબ્રન્ટ દરમિયાન મહત્વનાં રૂટ પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યું છે. 5 મુખ્ય રસ્તાઓ સહિત 13 અલગ અલગ રૂટ પર નો પાર્કિંગ ઝોન કરાયું છે. તો બીજી તરફ, કાર્યક્રમ સ્થળની આસપાસનાં રસ્તાઓ પર સામાન્ય જનતા માટે અવરજવર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. 3 અલગ અલગ રૂટ પર અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે