આ વાંચીને બેગ પેક કરીને વેકેશન ગાળવા ઉપડી જશો અમરેલી
વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને લઇને વનવિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
Trending Photos
અમરેલી : અમરેલીના ધારી સફારી પાર્કમાં 1 સિંહ અને 4 સિંહણોનું આગમન થશે. વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને લઇને વનવિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
ધારી ખોડીયાર ડેમ નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલ આંબરડી સફારી પાર્કમાં હાલમાં સિંહો રાખવામાં આવ્યા છે. સિંહ આવતા પ્રવાસીઓને ખોડીયાર ડેમ તેમજ ખોડીયાર માતાજીના દર્શનનો લાભ મળી રહે તેમ છે. આ બંને સ્થળો ખૂબ જ નજીક છે. હવે સાસણ દેવળીયા પાર્ક બાદ ધારી આંબરડી સફારી પાર્ક બીજુ સિંહ દર્શન માટેનું સ્થળ છે. આ સ્થળ ખૂલતા જ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરલી જિલ્લાના આંબરડીમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે સિંહ દર્શન માટે આવતા પ્રવાસન પ્રેમીઓને હવે સાસણ ઉપરાંત વધુ એક સફારી પાર્કમાં સિંહ દર્શનની તક મળી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે