રાજકોટના ક્રિકેટપ્રેમીઓને મળી સપનામાં ન વિચારી હોય એવી મજા એ પણ મફતમાં!
શનિવારથી IPL 2018નો પ્રારંભ થઈ ગયો છે
Trending Photos
રાજકોટ : શનિવારથી IPL 2018નો પ્રારંભ થઈ ગયો છે. આ મેચોની મજા માણવા માટે રંગીલા શહેર ગણાતા રાજકોટમાં જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પ્રમાણે ક્રિકેટપ્રેમીઓને સાવ મફતમાં IPL 2018ની ઓપનિંગ મેચ રેસકોર્સના સુપર વાતાવરણમાં એલઇડી સ્ક્રીન પર માણવા મળી છે.
IPL 2018ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ભવ્ય એલઇડી બીગ સ્ક્રીનમાં ક્રિકેટપ્રેમીઓએ ફ્રીમાં IPLની મેચ જોવાનો આનંદ માણ્યો હતો.
આજની મેચમાં ડ્વેન બ્રાવોના 30 બોલમાં 68 રનની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલ 2018ની પ્રારંભની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો. પ્રથમ દાવ લેતાં મુંબઇ ઇન્ડિયન્સે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇને જીત માટે 166 કરવાના હતા. જોકે મુંબઇ ઇન્ડિયન્સની ધારદાર બોલિંગ સામે ચેન્નાઇના બેટ્સમેનો ચિત્ત થઇ ગયા હતા. જોકે બ્રાવોએ બાજી સંભાળી લેતાં છેલ્લે બાજી પલટાઇ હતી અને જીતની ખુશી મુંબઇને બદલે ચેન્નાઇની છાવણીમાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે