ગુજરાતી કેપ્ટન સ્પેલિંગ ભૂલથી ઇરાનની જેલમાં બંધ, વ્યક્ત કરી અંતિમ ઇચ્છા

ઇરાનની જેલમાં બીમારીથી પીડિત માંડવીના સલાયાના કેપ્ટને પોતાના પરિવારને મળવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. પિતાના નામમાં સ્પેલિંગની સામાન્ય ભૂલના કારણે  તેને જેલમાં જવું પડ્યું. પરંતુ પછી તેની જેલની સજા તો માફ થઇ ગઇ, પરંતુ તેને 58 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.

ગુજરાતી કેપ્ટન સ્પેલિંગ ભૂલથી ઇરાનની જેલમાં બંધ, વ્યક્ત કરી અંતિમ ઇચ્છા

માંડવી: ઇરાનની જેલમાં બીમારીથી પીડિત માંડવીના સલાયાના કેપ્ટને પોતાના પરિવારને મળવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. પિતાના નામમાં સ્પેલિંગની સામાન્ય ભૂલના કારણે  તેને જેલમાં જવું પડ્યું. પરંતુ પછી તેની જેલની સજા તો માફ થઇ ગઇ, પરંતુ તેને 58 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. આટલી મોટી રકમ ચૂકવવી તેના ગજા બહારની તેના કારણે તેની પત્નીએ ઇરાનના ભારતીય દૂતાવાસ પાસે પતિની મુક્તિ માટે અપીલ કરી છે. દંડ ન ભરવાના લીધે જેલમાં બંધ છે. 

4 ઓગસ્ટ 2014ના રોજ દુબઇથી યમન જતી વખતે ચક્રવાતમાં ફસાયેલું સલાયાનું જહાજ ઇરાનીઓની જળસીમામાં પ્રવેશ કરી ગયું. 12 ક્રૂ મેમ્બરોની સાથે ઉમર સાલેમામદ થૈમ હાલેને બંધક બનાવી લેવામાં આવ્યા. હાલ તે બીમાર છે. તેની સાથે ત્રણ ક્રૂ મેમ્બરોને મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ સલાયાના આ કેપ્ટનના પિતાના નામના સ્પેલિંગની ભૂલના લીધે તેમની મુક્તિ થઇ શકી નથી. ઇરાની સરકાર આ ભૂલને માફક કરવા માટે 58 લાખના દંડની જોગવાઇ રાખી છે. 

પત્નીએ બંને દેશોના દૂતાવસોને કર્યો અનુરોધ
ઇરાંથી આવેલા બંધકના ભાઇ ઇબ્રાહિમના અનુસાર જેલમાં ગંભીર રીતે બીમાર મોટા ભાઇને પોતાનું મકાન વેચીને દંડ ભરવાની વ્યવસ્થા કરવી પડી રહી છે. કેપ્ટનની અંતિમ ઇચ્છા એટલી જ નથી કે એકવાર પરિવાર સાથે મળવવામાં આવે, કારણ કે આટલી મોટી રકમ તો ક્યારેય નહી આપી શકે. બીજી તરફ તેમની પત્ની નૂરજહાંને પતિની સજા ખતમ કરવા અને દંડની રકમ માફ કરવા માટે બંને દેશોના દૂતાવાસને અનુરોધ કર્યો છે.

પુત્રએ છોડ્યો અભ્યાસ
પિતા ચાર વર્ષથી ઇરાનની જેલમાં છે, એટલા માટે તેમના પુત્રએ પોતાનો અભ્યાસ છોડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેની બહેન મરિયમ, નગમા અને નાસિરાની પણ જવાબદારી તેના માથે છે. બે જૂનના રોજ ભોજન માટે તેમને સંઘર્ષ કરવો પડે છે. એવામાં 58 લાખ રૂપિયાનો દંડ ભરવો એક સપનું જ છે, જે ક્યારેય પુરૂ નહી થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news