મહેસાણા: સફાઇ કામદારની હડતાળ, રાધનપુર ચાર રસ્તા પર આવતીકાલે કરશે ચક્કાજામ
સફાઈ કામદારોના આગેવાનના ભત્રીજાના મોતના પગલે આજે સફાઈ કામદારોએ બજાર બંધ કરવા માટે નીકળ્યા ન હતા. જ્યારે આવતીકાલે મહેસાણા રાધનપુર ચાર રસ્તા પર ચક્કા જામ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
Trending Photos
તેજસ દવે, મેહસાણા: મહેસાણા નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની સાત માગણીને લઇને આજે 8માં દિવસ પણ હડતાળમાં જોડાયેલા જ રહ્યા હતા. સફાઈ કામદારોની માગણી ન સંતોષાતા હડતાળના મૂડમાં સફાઈ કામદારો યથાવત છે. જ્યારે આજે મહેસાણા બંધનું એલાન આ સફાઈ કામદારોએ આપ્યું હતું. પરંતુ આજે બંધની અસરમાં મિશ્રપ્રતિસાદમાં જોવા મળી છે. જ્યારે સફાઈ કામદારોના આગેવાનના ભત્રીજાના મોતના પગલે આજે સફાઈ કામદારોએ બજાર બંધ કરવા માટે નીકળ્યા ન હતા. જ્યારે આવતીકાલે મહેસાણા રાધનપુર ચાર રસ્તા પર ચક્કા જામ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
મહેસાણાના સફાઈ કામદારો છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ કામ ઠપ કરીને પોતાની સાત માગણીને લઈને આંદોલનના મૂડમાં આવી ગયા છે. આઠ દિવસ બાદ પણ મહેસાણા પાલિકાએ સફાઈ કામદારોની વાત મનાઈ નથી. જેને લઇને સફાઈ કામદારોએ પોતાની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી શહેરની સફાઈ કામ અટકાવી દેવા મક્કમ બન્યા છે. જ્યારે શનિવારના રોજ જાહેર સભામાં આજે મંગળ વારે સમગ્ર મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કામદારના નેતાના ભત્રીજાના આકસ્મિક મોતને પગલે આજે બંધ કરવા માટે સફાઈ કામદારો નીકળ્યા ન હતા.
જ્યારે આજે વાસીઉતરાયણને પગલે આજે વેપારી આલમ બજાર ખોલવા માટે મક્કમ રહ્યા ન હતા. જ્યારે બંધની અસર નહિવત મહેસાણામાં જોવા મળી હતી અને હજુ પણ સફાઈ કામદારો આવતીકાલે જાહેર કરેલા રોડ ચક્કાજામના મુદ્દે આજે સફાઈ કામદારોએ ચક્કાજામ કરવા માટે મક્કમ રહશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેમાં મહેસાણાના ગીચ વિસ્તાર એવા રાધનપુર રોડના સર્કલ પર આવતીકાલે ચક્કાજામ કરશે તેવી વાત સફાઈ કામદારના હોદ્દેદારે એ જણાવ્યું હતું. જ્યારે પાલિકાએ આ સમગ્ર મામલે ચુપ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે