દાહોદમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર, વીડિયો થયો વાયરલ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર દ્વારા કોરોના મહામારીને લઇને ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. દાહોદમાં સર્વે દરમિયાન કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
દાહોદમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર, વીડિયો થયો વાયરલ

અર્પણ કાયદાવાલા, દાહોદ: રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર દ્વારા કોરોના મહામારીને લઇને ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. દાહોદમાં સર્વે દરમિયાન કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

દાહોદમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો દાહોદ શહેરના કસ્બા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કોરોના દર્દીઓની સંખ્યા વધવાને લઇ સર્વે કરવા પહોંચેલા હેલ્થ કર્મીઓ સાથે સ્થાનિક લોકો દ્વારા દૂર વ્યવહાર કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં સ્થાનિક મહિલાઓ દ્વારા ચોક્કસ સમુદાયનો પણ વાતચીતમાં ઉલ્લેખ કરવામં આવ્યો હતો. અમર 5 વિસ્તારમાં સર્વે નહીં કરવા આવવાની સ્થાનિક મહિલાઓ દ્વારા વાત કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને લઇ કોરનો વોરિયર્સ સાથેના આ પ્રકારના વ્યવહારને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news