ધારાસભ્ય પ્રતાપ દુધાતે સિંહ સાથે લીધી સેલ્ફી, શરૂ થયો વિવાદ

આ પહેલા પરેશ ધાનાણી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સિંહ સાથે સેલ્ફી લઈને કાયદાનો ભંગ કર્યો હતો. 

ધારાસભ્ય પ્રતાપ દુધાતે સિંહ સાથે લીધી સેલ્ફી, શરૂ થયો વિવાદ

અમરેલીઃ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી વિવાદમાં સપડાયા છે. આ વખતે સિંહ સાથેની સેલ્ફીને લઈને વિવાદમાં છે. તેમની સિંહ સાથેની સેલ્ફીના ફોટો વાયરલ થયા છે. આ પહેલા વિધાનસભામાં ધારાસભ્ય પર હુમલો કરીને પ્રતાપ દુધાત  ચર્ચામાં આવ્યા હતા. થોડા સમય પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પર સિંહ સાથે સેલ્ફી લઈને કાયદાનો ભંગ કર્યો હતો. વન જીવ પ્રોટેક્શન એક્ટ મુજબ સિંહ સાથે સેલ્ફી લેવી અપરાધ ગણાય છે. પરંતુ આ નેતાઓ કાયદાનો જરાપણ ડર નથી. સેવક જ કાયદાના ધજાગરા ઉડેળતા રહે છે. ત્યારે વનવિભાગ આ મામલે મૌન છે. સિંહ પ્રેમીઓની પણ ઈચ્છા વ્યક્ત કરી કે વનવિભાગ ધારાસભ્ય સામે કાર્યવાહી કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news