VIDEO: ધારાસભ્ય વિક્રમ માડમનો આરોપ, 'વિધાનસભામાં જોહુકમી ચાલે છે'
ગુજરાત વિધાનસભામાં આજે ખુબ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી શર્મસાર થઈ છે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ખુબ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી શર્મસાર થઈ છે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો છે. હંગામાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. એવો પણ આરોપ છે કે દૂધાતે પંચાલને લાફો માર્યો અને બેલ્ટથી હુમલો પણ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં.ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા માઈકને પણ તોડી નાખવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યો અમરિશ ડેર અને વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
આ સમગ્ર મામલે ધારાસભ્ય વિક્રમ માડમે નિવેદન આપ્યું હતું. તેમણે વિધાનસભાના અધ્યક્ષશ્રી ઉપર પણ આરોપ લગાવ્યાં હતાં. તેમણે કહ્યું કે તેમને કેમ પ્રશ્ન પૂછવા દેવામાં આવતો નથી. તેમને અનઓફિશિયલી બેન કરી દેવામાં આવ્યાં છે. ગાંધીના ગુજરાતમાં જ વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જે જોહુકમી ચાલે છે તે બીજે ક્યાંય ચાલતી નથી. બહુમતથી રાજ કરવું અને પ્રેમથી રાજ કરવું તેમાં ફરક છે.
તેમણે આશારામ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે કેસમાં જે બે બાળકો મરી ગયા તે ગુજરાતના હતા અને તેમાં પણ તેમના જામનગરના હતાં. 2008માં જ્યારે હું સાંસદ હતો ત્યારે તે બાળકો વિશે અમે ઘણી તપાસ કરી હતી. માડમે કહ્યું કે તેઓ જેટલીવાર બોલવા માટે કે પ્રશ્ન પૂછવા માટે ઊભા થાય કે તેમને બેસાડી દેવામાં આવતા હતાં. આખરે તેમણે પણ વિસ્તારમાં જઈને જનતાને જવાબ આપવાના હોય છે. ભાજપના સભ્યોએ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે