ગુજરાતના આ ગામમાં 18 વર્ષથી નીચેના લોકોને મોબાઇલ વાપરવા પર છે પ્રતિબંધ

મહેસાણાના લીંચ ગામમાં સરપંચ દ્વારા જ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ નહિ વાપરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અને આ નિર્ણયને ગામના યુવાનોએ આવકાર્યો પણ છે. ગામમાં બનેલી એવી કેટલીક ઘટનાઓને પગલે આ નિર્ણય લેવાયો છે. જે અત્યારે સૌએ આવકાર્યો છે.
ગુજરાતના આ ગામમાં 18 વર્ષથી નીચેના લોકોને મોબાઇલ વાપરવા પર છે પ્રતિબંધ

તેજસ દવે, મહેસાણા: મહેસાણાના લીંચ ગામમાં સરપંચ દ્વારા જ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ નહિ વાપરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અને આ નિર્ણયને ગામના યુવાનોએ આવકાર્યો પણ છે. ગામમાં બનેલી એવી કેટલીક ઘટનાઓને પગલે આ નિર્ણય લેવાયો છે. જે અત્યારે સૌએ આવકાર્યો છે.

મહેસાણાથી અમદાવાદ રોડ પર લીંચ ગામ આવેલું છે અને આ ગામના પ્રથમ મહિલા સરપંચ અંજનાબેન પટેલે સમગ્ર લીંચ ગામમાં ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. મોબાઈલ પ્રતિબંધ લગાવવા પાછળ ગામમાં બનેલી કેટલીક ઘટનાઓ જવાબદાર છે. જેમાં એક જ સમાજના દૂરના ભાઈ બેન થતા યુવક યુવતીની આત્મહત્યા તો બીજી ઘટનામાં ભાગી જવાની ઘટના બની હતી. જેનું વિશ્લેષણ કરતા તેની પાછળ મોબાઈલ જ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. અને તે દિવસથી ગ્રામ પંચાયતમાં ગામના વડીલોને ભેગા કરીને મોબાઈલ પ્રતિબંધનો નિર્ણય લેતા સૌએ આવકાર્યો હતો.

લીંચ ગામના સરપંચ અંજનાબેન પટેલે જણાવ્યું હતું કે આમ તો આજનો યુવાન વર્ગ મોબાઈલ વગર એક સેકંડ રહી શકે તેમ નથી. તેવા સમયે લીંચ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને પણ આ નિર્ણય શરૂઆતમાં કડવો લાગ્યો. પરંતુ, સમાજ જતા તેઓ પણ ટેવાઈ ગયા અને ખબર પડી કે, મોબાઈલ પાછળ પહેલા રોજના દસેક કલાક બગાડતા હતા તે સમય બચવા લાગ્યો છે. અને હવે તે સમય તેઓના અભ્યાસમાં કામ લાગી રહ્યો છે. જેથી ગામના યુવા વર્ગ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે. તો બીજી તરફ ગામના વડીલો પણ મોબાઈલના દુષણથી પોતાના બાળકોની સ્થિતિથી કંટાળેલા હતા. અને આ નિર્ણય તો ઠીક પરંતુ માં બાપે પણ કોઈ પણ ભોગે બાળકોને મોબાઈલ લઇ આપવો જ ના જોઈએ તેમ જણાવી રહ્યા હતા.

આમ, એક તરફ મોબાઈલ જેટલો ઉપયોગી થઇ રહ્યો છે. તેની વિરુદ્ધ આ મોબાઈલના દુરઉપયોગ પણ વધતા રહ્યા છે. જેના કારણે લીંચ ગામનું યુવાધન ગેરમાર્ગે ના દોરાય તેવા હેતુસર ગામની મહિલા સરપંચે મોબાઈલ પર જ પ્રતિબંધ લાદી દેતા આજે ૧૮ વર્ષથી નીચેના તમામ યુવક યુવતીઓ પોતાના બચેલા સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ત્યારે બીજા ગામોના સરપંચો પણ આ મામલે કાંઈ વિચાર કરે તો યોગ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news