Breaking : ગુજરાતીઓ માટે મોટા સમાચાર, નવા મોટર એક્ટના અમલીકરણની મુદ્દત વધારાઈ, નવા વાહન સાથે હેલ્મેટ ફ્રી મળશે

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં RTOના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાલ ગુજરાતીઓ માટે મોટા સમાચાર એ છે કે નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીની મુદતમાં વધારો કરવામાં આવનાર છે. આ સમયમર્યાદા 15 દિવસ વધારાઈ છે. ટૂંકમાં જ આની જાહેર કરવામાં આવશે. 

Breaking : ગુજરાતીઓ માટે મોટા સમાચાર, નવા મોટર એક્ટના અમલીકરણની મુદ્દત વધારાઈ, નવા વાહન સાથે હેલ્મેટ ફ્રી મળશે

ગાંધીનગર :આજે ગાંધીનગર(Gandhinagar) માં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં RTOના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ કાયદાને લઈને મોટી મોટી જાહેરાતો કરાઈ છે. નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019)ની સમય મર્યાદા 15 ઓક્ટોબર સુધી વધારાઈ દેવાઈ છે. તેમજ પીયુસી (PUC) સેન્ટર પર લાંબી લાઈનોની સમસ્યાને લઈને નવા પીયુસી સેન્ટર પણ ઝડપથી ખૂલશે. તેમજ નવી ટુ વ્હીલર ખરીદવાની સાથે ISI માર્કાવાળુ્ હેલ્મેટ (Helmet) ફ્રીમાં આપવાનું રહેશે. આમ, ટ્રાફિકના નિયમોને લઈને રૂપાણી સરકારે નાગરિકોને રાહતના સમાચાર આપ્યા છે.  

હવે 15 ઓક્ટોબરથી અમલીકરણ થશે
વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ટ્રાફિકના નિયમોને લઈને પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું કે, નવા નિયમોના અમલીકરણ માટે સરકારે જે જાહેરાત કરી છે, અને સમાજ જીવન દ્વારા જે રજૂઆત કરાઈ રહી છે, તેને લઈને હકારાત્મક નિર્ણય લેવાયો છે. મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવાની મુદત 15 ઓક્ટોબર સુધી વધારાઈ છે. હેલ્મેટ ઉપલબ્ધ નહીં થાય એ વાતને હકારાત્મક લઈને ૧૫ ઓકટોબર સુધીની મુદત લંબાવવામાં આવી છે. પીયુસી સેન્ટરની રજૂઆત મામલે સમયમર્યાદા 15 દિવસ વધારાઈ છે. પીયુસી સેન્ટર જલ્દીથી ખૂલે તે માટે ઝડપથી ટેન્ડર પ્રોસેસ કરીને નવા 150 પીયુસી સેન્ટર ખૂલે તે માટે ઝડપી પ્રયાસો કરાશે.

ટુ વ્હીલર સાથે હેલ્મેટ ફ્રી મળશે
આર.સીમહત્વનો નિર્ણય લેવાયો છે કે, જેની જાહેરાત કરતા આનંદ તાય છે. નવા ટુ વ્હીલર વાહનો જે ડીલર પાસેથી છોડાવશે, ત્યારે જે-તે એજન્સી અને ડીલર નવુ આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ ફ્રી આપવાનું રહેશે. આજે તેનુ પરિપત્ર બહાર કાઢીશું. આ નિયમ આજથી અમલમાં આવશે.

મુખ્યમંત્રીની ગાડીઓને લઈને કરી સ્પષ્ટતા
સીએમના વાહનને લઈને જે ફોટો વાઈરલ થયા છે તે અફવા છે તેવું જણાવતા આર.સી. ફળદુએ કહ્યું કે, ગઇકાલથી સોશિયલ મીડિયામાં અફવા રૂપ સમાચાર ફરતા થયા છે. સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને નકારાત્મક અફવા સ્વરૂપ સમાચાર વહેતા કરી છે કે સ્પષ્ટતા કરવી જરૂરી છે. રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી માટે જે વાહનોનો ઉપયોગ કરે છે કે નંબરો સાથેની વાહનની વિગતો આપી છે. મુખ્યમંત્રીના ઉપયોગમાં આવતા ડીજીપી અને આઈજી પોલીસ ભવન નામે આરટીઓ કચેરી ગાંધીનગરમાં રજિસ્ટર્ડ થયેલા છે. મુખ્યમંત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા બંને વાહનોનો નેશનલ ઇન્સ્યોરન્સ કંપની મારફતે વીમો લેવામાં આવ્યો છે 27 ડિસેમ્બર, 2018થી વીમો ભરેલો છે. તેની મુદત વીતી ગઈ છે એ વાતમાં કોઈ તથ્ય નથી. મુખ્યમંત્રીના વાહન પીયુસીવાળા છે. જેણે આ બાબતન પ્રચાર કર્યો છે તેની સામે સખતમાં સખત પગલાં ભરવાની ગૃહવિભાગના આદેશો આપ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં જે અફવા ચલાવાઈ છે, ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવે. 

આ ઉપરાંત સરકારી અધિકારીઓ મંત્રીઓ, સરકારી ડ્રાઇવરો જો નિયમોનું પાલન નહીં કરે તો તેના સામે પણ આરટીઓના નિયમોનું પાલન કરાવવાની ખાતરી વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુએ આપી છે. તેમણે કહ્યું કે, મંત્રીઓ કે અધિકારીઓ, ડ્રાઇવરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે 16 સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જેના બાદ રોજ ગુજરાતના અનેક શહેરો, ગામના લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. હેલ્મેટ મળતા ન હતા અને સ્ટોક પૂરો થયો હતો, તથા પીયુસી સેન્ટર પર પણ લાંબી લાઈનો લાગતી હતી. ત્યારે લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news