આજથી ટ્રાફિકના નવા નિયમોનો રાજ્યભરમાં કડક અમલ થશે, કાયદો તોડશે તેને થશે ભારે ભરખમ દંડ

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. દુનિયાના મોટા દેશોની હરોળમાં ભારતને ઊભું રાખવા મોદી સરકાર આ કાયદો લાવી છે. 

આજથી ટ્રાફિકના નવા નિયમોનો રાજ્યભરમાં કડક અમલ થશે, કાયદો તોડશે તેને થશે ભારે ભરખમ દંડ

અમદાવાદ :આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા (Motor Vehicle Act 2019) બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. દુનિયાના મોટા દેશોની હરોળમાં ભારતને ઊભું રાખવા મોદી સરકાર આ કાયદો લાવી છે. 

રાજ્ય સરકારે HSRP નંબર પ્લેટ લગાડવા માટેની અને PUC માટેની મુદત પણ એક મહિના વધારી દીધી હતી. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે. પરંતુ આ બે સિવાયના કાયદાના તોડનારને આજથી ભારે ભરખમ દંડ ભરવો પડશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

આજથી કયા નિયમો લાગુ પડશે

  • વાહન પર મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. 
  • હેલ્મેટ ન પહેર્યું હોય તો 100 રૂપિયાનો દંડ થશે
  • ફોર વ્હીલર ચલાવતા સમયે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે. 
  • ટુ વ્હિલર પર ત્રિપલ સવારી હોય તો 100 રૂપિયા દંડ થશે.
  • ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થશે. નવા નિયમ પ્રમાણે થ્રી વ્હીલરને 1500, એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.
  • લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે તો 1000 રૂપિયાનો કરવામાં આવશે.
  • અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ થશે.
  • ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનારને ટુ વ્હિલરને 2000 રૂપિયા અને ફોર વ્હિલરને 3000 કે તેનાથી ઉપરનો દંડ ભરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news