મુંબઈની ગેંગે ગુજરાતના ગરીબ પરિવારના 300 બાળકો વિદેશમાં વેચ્યાં, એકની કિંમત 45 લાખ રૂ.

બાળકોની તસ્કરી મામલે મુંબઈ પોલીસને એક મોટી સફળતા મળી છે. તેમણે આ મામલે એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

મુંબઈની ગેંગે ગુજરાતના ગરીબ પરિવારના 300 બાળકો વિદેશમાં વેચ્યાં, એકની કિંમત 45 લાખ રૂ.

મુંબઈ: બાળકોની તસ્કરી મામલે મુંબઈ પોલીસને એક મોટી સફળતા મળી છે. તેમણે આ મામલે એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. કહેવાય છે કે આ ગેંગ 2007થી લઈને અત્યાર સુધીમાં અમેરિકી માફિયાને 300 બાળકો વેચી ચૂકી છે. ગુજરાતનો રહીશ રાજુભાઈ ગામલેવાલા આ ગેંગનો કર્તાધર્તા ગણાવવામાં આવી રહ્યો છે. તેણે એક બાળકને લગભગ 45 લાખમાં અમેરિકી ક્લાયન્ટને વેચ્યો છે. જો કે પોલીસના જણાવ્યાં અનુસાર આ સમગ્ર રેકેટને હજુ પણ ધ્વસ્ત કરી શકાય નહીં. આ ગેંગના કેટલાક સભ્યોની માર્ચમાં ધરપકડ કરાઈ હતી. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અમેરિકા મોકલવામાં આવેલા બાળકોની ઉંમર 11-16 વર્ષ વચ્ચે કહેવાઈ રહી છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના ગરીબ પરિવારોમાંથી આવેલા હતાં. એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ આ બાળકો એટલા ગરીબ પરિવારમાંથી હતાં કે તેમના માતા પિતા કે પરિજનોએ તેમને પોતાની પાસે રાખવાની જગ્યાએ ગેંગને વેચી દીધા. પોલીસના જણાવ્યાં મુજબ અમેરિકાથી રાજુ ગામલેવાલા પાસે ઓર્ડર આવતો હતો. ત્યારબાદ તે પોતાની ગેંગના લોકોને ગુજરાતના એવા લોકોનો સંપર્ક કરવાનું કહેતો જે ખુબ જ ગરીબ હતાં. તેઓ પોતાના બાળકોને વેચવા માટે સરળતાથી તૈયાર થઈ જતા હતાં. અનેકવાર બાળકોના ફોટા પણ અમેરિકા મોકલાતા હતાં. ત્યાંથી તેમને પસંદ કરાતા અને પછીથી તેમને મોકલી દેવામાં આવતા હતાં. 

આ ગેંગ બાળકોને અમેરિકા મોકલવા માટે દેશમાં પાસપોર્ટ ભાડે લેતા હતાં. તે પાસપોર્ટના ફોટા સાથે બાળકોનો ચહેરો મેચ કરાવતા અને તેમને અમેરિકા મોકલાતા હતાં. એકવાર બાળક અમેરિકા પહોંચી જાય પછી તે પાસપોર્ટ મૂળ પરિવારને પાછો આપી દેવાતો હતો. 

આ સમગ્ર રેકેટનો ભાંડાફોડ માર્ચમાં થયો હતો, જ્યારે માર્ચમાં એક્ટર પ્રીતિ સૂદને પોતાના એક મિત્રનો ફોન આવ્યો. તેણે એક સલૂનમાં બે બાળકોનો મેકઅપ થતો જોયો. આ બાળકોને એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં હતાં જેથી કરીને તેઓ બરાબર પાસપોર્ટમાં જે બાળકોના ફોટા છે તેવા જ લાગે. ત્યારબાદ પ્રીતિએ પૂછપરછ કરી. તે બાળકો સાથે હાજર લોકોએ કહ્યું કે તેઓ તેમને અમેરિકા તેમના માતા પિતા પાસે લઈ જાય છે. 

જ્યારે પ્રીતિ સૂદ અને તેમના મિત્રએ તેમને પોલીસ સ્ટેશન આવવા માટે કહ્યું તો તેઓ ફરી ગયાં. ત્યારબાદ તેમણે આ અંગેની સૂચના પોલીસને આપી. પોલીસે આ તમામની ધરપકડ કરીને સમગ્ર ગેંગનો પર્દાફાશ કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news