પારણાંનો પ્રયાસ: ઉપવાસના 14માં દિવસે નરેશ પટેલ અને હાર્દિક વચ્ચે વાતચીત પૂર્ણ

હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ ઉપવાસ છાવણીની લેશે મુલાકાત

 પારણાંનો પ્રયાસ: ઉપવાસના 14માં દિવસે નરેશ પટેલ અને હાર્દિક વચ્ચે વાતચીત પૂર્ણ

અમદાવાદ: હાર્દિકના અમરણાંત ઉપવાસને લઇને ખોડલધામ નરેશ પટેલ રાજકોટથી અમદાવાદ આવીને ખોડલધામના સભ્યો સાથે બેઠક કરીને હવે નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે હાર્દિકની ઉપવાસ છાવણીમાં પહોચ્યા છે. આજે નરેશ પટેલ હાર્દિકની ઉપવાસ છાવણીમાં તેની મુલાકાત લેવા માટે પહોચશે. જ્યારે હાર્દિકના ઉપવાસના 13માં દિવસે રાત્રે સોલા સિવિલના ડોક્ટર દ્વારા તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી. 

હાર્દિકની તબીયત લથડતી હોવાથી પારણાં કરાવવા અનિવાર્ય: નરેશ પટેલ 
હાર્દિક પટેલના ઉપવાસનો આજે છેલ્લો દિવસ છે અને અત્યારે હાર્દિકની તબિયત ખુબજ ખરાબ હોવાથી હાર્દિકના પારણાં કરાવવા અનિવાર્ય છે. કારણ કે સતત 14 દિવસથી ભૂખ્યા રહેવાથી તેની હાલત બગડી રહી છે. માટે જ હાર્દિકને સમજાવી પારણાં કરાવ્યા બાદ જ બધી વાત કરીશું. વધુમાં ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે જણાય્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણા કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈએ.

ડોક્ટરે હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની આપી સલાહ 
ડોક્ટર દ્વારા કરવામાં આવેલા મેડિકલ ચેકઅપમાં હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે હાર્દિક દ્વારા હલન-ચલન કરવામાં તકલીફ અને પેટમાં દુખાવો થવાને તથા ચક્કર આવવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. જ્યારે યુરિન ટેસ્ટમાં એસીટોન3+ આવ્યું છે. મહત્વનું છે, કે યુરિનમાં એસિટોન આવે તો કિડની અને શરીરના અન્ય ભાગોમાં તકલીફ થઇ શકે છે. જ્યારે આજે હાર્દિકે વજન કરવાની ના પાડી હતી. 

મહારાષ્ટ્રના સંસદ સભ્ય રાજુ શેટ્ટી અને પૂજા છાબડા કરશે હાર્દિક સાથે મુલાકાત
હાર્દિક પટેલના ઉપવાસ છાવણીની દેશ ભરમાંથી અનેક નેતાઓ મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનના 14માં દિવસે મહારાષ્ટ્રના ખેડૂત નેતા અને સંસદ સભ્ય રાજુ શેટ્ટી સવારે 11 કલાકની આસપાસ મુલાકાત કરવા માટે પહોચશે. જ્યારે ગુરૂચરણ છાબડાના પુત્રવધુ પૂજા છાબડા પણ 12.30 કલાકે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીમાં પહોચીને તેની મુલાકાત કરવા પહોચશે. 

મે વ્યક્તિગત કોઇને મધ્યસ્થી કરવાનું નથી કહ્યું: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યુ કે મેં વ્યકતિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યકતિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે.હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું.હું આંદોલનકારી છું,મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે.છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news